ઈડલી સ્વાદિષ્ટ હોવાની સાથે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. આ સાઉથ ઈન્ડિયન ફૂડ મોટાભાગના લોકો પસંદ હોય છે. ઈડલીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર હોય છે. ત્યારે આજે અમે તમને ઈડલી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જેની મદદથી તમે ઘરે જ સુપર સોફ્ટ ઈડલી બનાવી શકો છો. જાણો રેસીપી.
ઈડલી બનાવવા માટેની સામગ્રી
- ચોખા – 3 કપ
- અડદની દાળ – 1 કપ
- મીઠું – સ્વાદ અનુસાર
- પાણી – જરૂરિયાત મુજબ
ઈડલી બનાવવાની રીત
- સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને ઓછામાં ઓછા 4-5 કલાક પાણીમાં પલાળી રાખો.
- ત્યારબાદ પલાળેલી દાળ અને ચોખાને મિક્સરમાં પીસી લો.
- ધ્યાન રાખો કે, પીસતી વખતે થોડું પાણી ઉમેરતા રહો જેથી બેટર ઘટ્ટ ન બને.
- ત્યારબાદ બેટરને એક વાસણમાં ઢાંકીને 8-10 કલાક માટે ગરમ જગ્યાએ આથો આવવા દો.
- આથો આવવા પર બેટરમાં ફીણ આવશે અને તેનું પ્રમાણ વધી જશે.
- આ પછી આથો આવેલા બેટરને ઈડલીની પ્લેટમાં નાખો.
- હવે ઈડલીની પ્લેટને ઈડલી સ્ટીમરમાં મૂકીને 15-20 મિનિટ સુધી સ્ટીમ કરો.
- સ્ટીમ થયા પછી તમારી ઈડલી તૈયાર છે.
- તેમને ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો.