ADVERTISEMENT
ADVERTISEMENT

બાળકો માટે નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ ચીઝી પનીર કટલેટ, તેમને ખૂબ પસંદ આવશે આ ડીશ

જ્યારે બાળકો ઘરે હોય છે, ત્યારે તેમને સમયાંતરે ભૂખ લાગે છે. જેના કારણે તમારે કઈંકને કઈંક બનાવવું પડે છે. જો કે તમને નાસ્તા માટે બજારમાં ઘણી બધી વસ્તુઓ તૈયાર મળે છે, પરંતુ જો તમે તમારા બાળકને બહારનો નાસ્તો આપવા નથી માંગતા, તો અમે તમને એક એવી વાનગી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બનાવવી ખૂબ જ સરળ છે.

અમે ચીઝી પનીર કટલેટ વિશે વાત કરી રહ્યા છીએ, તે એકદમ સ્વાદિષ્ટ છે.

બાળકોની સાથે તમે તમારા ઘરના વડીલોને પણ આ નાસ્તો સર્વ કરી શકો છો. તેઓ આ ડીશ ચાખીને તમારા વખાણ કર્યા વિના નહીં રહી શકે.

ADVERTISEMENT
ADVERTISEMENT

સામગ્રી

  • પનીર – 200 ગ્રામ
  • બટાકા – 2 નંગ (મધ્યમ કદના)
  • ચીઝ – 50 ગ્રામ
  • લીલા મરચા – 2 નંગ
  • કોથમરી – 2 ચમચી
  • જીરું પાવડર – 1/2 ચમચી
  • ગરમ મસાલો – 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • બ્રેડ ક્રમ્બ્સ – 1 કપ
  • કોર્નફ્લોર – 2 ચમચી
  • પાણી – 1/4 કપ
  • તેલ – તળવા માટે

બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં છીણેલું પનીર લો.
  • હવે તેમાં છૂંદેલા બટાકા, છીણેલું ચીઝ, લીલા મરચા, કોથમરી, જીરું પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું નાખો.
  • હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો જેથી એકસરખું મિશ્રણ તૈયાર થઈ જાય.
  • મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવો અને તેને કટલેટનો આકાર આપો.
  • બધી કટલેટને એક પ્લેટમાં મૂકો.
  • હવે એક અલગ બાઉલમાં કોર્નફ્લોર અને પાણી મિક્સ કરીને પાતળું બેટર તૈયાર કરો.
  • આ પછી, સૌપ્રથમ દરેક કટલેટને કોર્નફ્લોરના બેટરમાં ડુબાડો, પછી તેને બ્રેડ ક્રમ્બ્સમાં લપેટી જેથી કટલેટ પર એકસરખું કોટિંગ થાય.
  • જ્યારે બધી કટલેટ તૈયાર થઈ જાય, ત્યારે તેને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો.
  • ગરમાગરમ ચીઝી પનીર કટલેટને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.