ADVERTISEMENT
ADVERTISEMENT

ચુરમાના લાડુ બનાવવાની રેસિપી, બાળકોને ખાવાની મજા આવશે

ચુરમાના લાડુ તો કોને ન ભાવે. મહેમાન આવે ત્યારે સૌરાષ્ટ્રના ઘણા ઘરોમાં ચુરમાના લાડવા બનતા હોય છે.

આજે આપણે આ લાડુ કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. થોડા દિવસોમાં ગણેશ ચતુર્થી પણ આવી રહી છે. ત્યારે પણ તમે આ ચુરમાના લાડુ બનાવી શકો છો.

ચુરમાના લાડુ બનાવવાની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 2 કપ દરદરો ઘઉંનો લોટ
  • 1/2 કપ ઘી
  • 1/2 વાટકો ગોળ
  • 1/4 ચમચી એલચી પાવડર
  • 1/2 કપ હૂંફાળું દૂધ
  • સજાવટ માટે સમારેલી બદામ અથવા પિસ્તા (વૈકલ્પિક)

ચુરમાના લાડુ બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • એક મોટા મિક્સિંગ બાઉલમાં, ઘઉંનો લોટ, ઘી, દૂધ બરાબર મિક્સ કરો. પછી તેમા પાણી ઉમેરી લોટ બાંધી લો.
  • આ લોટને ઢાંકીને થોડીવાર રાખી દો. પછી તેના નાના ગોળ અથવા લંબગોળ લુવા હથેળીમાં દબાવીને બનાવી લો.
  • હવે કઢાઈમાં તેલ ગરમ મૂકી આ લુવાને તળી લો. પછી મિક્સર જારમાં તેને પીસી લો.
  • હવે એક કઢાઈમાં થોડું ઘી લો અને તેમા ગોળ ઉમેરો. ગોળ બરાબર ઓગાળી ગયા પછી તેમા આ પીસેલો ભૂક્કો ઉમેરી દો.
  • ગોળ સાથે તેને બરાબર મિક્સ કરો પછી તેમા એલચી પાવડર, સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો.
  • હવે ગેસ બંધ કરી દો અને થોડું ઠંડુ થાય એટલે ગોળ લાડવા વાળી લો. તમે ખસ ખસ વડે આ ચુરમાના લાડવાને કોટ પણ કરી શકો છો. તો તૈયાર તમારા ચુરમાના લાડુ.