ADVERTISEMENT
ADVERTISEMENT

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને અપર્ણ કરો લોટની પંજીરીનો ભોગ, જાણો તેને બનાવવાની સરળ રેસીપી

દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી જન્માષ્ટમી (Janmashtami 2024) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં વ્યસ્ત રહેવાની સાથે તેમને દિવસભર વિવિધ પ્રકારનો પ્રસાદ પણ અર્પણ કરે છે. જન્માષ્ટમીના તહેવારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદના ભાગરૂપે પંજીરી ચઢાવવામાં આવે છે.

ત્યારે જો જો તમે પણ પંજીરી બનાવવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને લોટની પંજીરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.

લોટની પંજીરી

લોટની પંજીરી બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 2 કપ ઘઉંનો લોટ
  • 4 ચમચી દેશી ઘી
  • 1 કપ દળેલી ખાંડ
  • 1 ચમચી એલચી પાવડર
  • 50 ગ્રામ મખાના, બદામ, બારીક સમારેલા કાજુ

લોટની પંજીરી બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • સૌ પ્રથમ એક પેનમાં 1 ચમચી દેશી ઘી નાખીને ગરમ કરો.
  • તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ ફ્રાય કરીને અલગ કરી લો.
  • પેનમાં જરૂર મુજબ ઘી ગરમ કરીને તેમાં લોટ નાખી ધીમી આંચ પર તળી લો.
  • લોટને સતત હલાવતા રહીને તે લાઈટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તળો.
  • લોટ બરાબર શેકાઈ જાય પછી તેને પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લો.
  • ઠંડુ થવા પર તેમાં દળેલી ખાંડ, એલચી પાવડર અને શેકેલા ડ્રાયફ્રુટ્સ નાખો.
  • લોટની પંજીરી તૈયાર છે, તેમાં તુલસીના પાન નાખીને કાન્હાને પ્રસાદ અર્પણ કરો.