શ્રાવણ મહિનામાં મોરૈયાની ખીચડી ખાવાની મજા જ અલગ છે, નોંધી લો રેસિપી

શ્રાવણ મહિનાના ઉપવાસ આવે એને મોરૈયાની ખીચડીની વાત ન આવે તેવું બને નહીં. મોરૈયાની ખીચડી ઘણા લોકોને ખુબ ભાવતી હોય છે. જ્યારે ઘણા લોકોને મોરૈયો ખાવામાં ફિક્કો લાગે છે. આજે આપણે મોરૈયાની એવી ટેસ્ટી ખીચડી બનાવવી છે જે દરેકને ભાવે.

  • મોરૈયાની ખીચડી બનાવવાની સામગ્રી
  • મોરૈયો,
  • દૂધી કે બટાકા,
  • આદુ-મરચાની પેસ્ટ,
  • ઘી,
  • દહીં,
  • પાણી,
  • જીરું,
  • મીઠું,
  • લવિંગ,
  • તજ પાવડર,
  • મગફળી,
  • મીઠો લીમડો,
  • કોથમીર.

મોરૈયાની ખીચડી બનાવવાની રીત

સ્ટેપ-1
દરેક ઘરમાં અલગ અલગ રીતે મોરૈયાની ખીચડી બનતી હોય છે. સૌ પ્રથમ એક બાઉલમાં મોરૈયાને ધોઈને 5 મિનિટ પલાળી દો. અને એક બટાકું છીણી લો.

સ્ટેપ-2
હવે કુકરમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરુ, સુકુ લાલ મરચું, શીંગદાણા ઉમેરી સાતળો. પછી મીઠા લીમડાના પાન, આદુ મરચાની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ-3
હવે તેમાં ખમણેલું બટાકું, મીઠું ઉમેરી મિક્સ કરી તેમા તજ લવિંગનો પાવડર ઉમેરી 2 મિનિટ પકાવો.

સ્ટેપ-4
હવે તેમા થોડું પાણી અને થોડું દહીં ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરી મિડિયમ ગેસ પર 4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.

સર્વ કરો
તૈયાર છે ફરાળી મોરૈયાની ખીચડી,તમે વ્રત દરમિયાન ઘરે ટ્રાય કરી શકો છો.