શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ઘણા લોકો ઉપવાસ પણ કરી રહ્યા હશે. ઉપવાસમાં સૌથી વધારે ખવાતી કોઈ વસ્તુ હશે તો તે ફરાળી સુકી ભાજી હશે. આજે અમે ઘરે બટાકાની સુકી ભાજી કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશું.
બટાકાની ફરાળી સૂકી ભાજી બનાવવાની સામગ્રી
બટાકા,
રતાળું અથવા ચૂરણ
આદુ-લીલા મરચાની પેસ્ટ,
સીંગદાણાનો ભૂકો,
જીરું,
હળદર ,
મીઠા લીમડાના પાન,
તેલ,
લીંબુનો રસ,
કોથમરી,
રોક મીઠું.
બટાકાની ફરાળી સૂકી ભાજી બનાવવાની રીત
સ્ટેપ- 1
ત્રણ ચાર બટાકા અને થોડું રતાળું કે ચૂરણ સારી રીતે ધોઈ,નાના ટૂકડામાં સમારી લો.
સ્ટેપ- 2
હવે ઢોકળીની મદદથી તેને સરસ બાફી લો.
સ્ચેપ- 3
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હળદર, મીઠો લીમડો નાખીને સાંતળી લો.
સ્ટેપ- 4
હવે તેમાં પીસેલા સિંગદાણાનો ભૂકો અને આદુ મરચાની પેસ્ટ નાખી એકથી બે મિનિટ સાંતળો.
સ્ટેપ- 5
હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા નાખો અને ચમચા વડે બરાબર મિક્સ કરીને જરૂર લાગે તો ફરાળી રોક મીઠું નાખી મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરો.