દાબેલીના ટેસ્ટમાં દાબેલીના મલાસાની જ કમાલ હોય છે. આજે કચ્છી દાબેલીનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી અમે અહીં જણાવીશું.
કચ્છી દાબેલીનો મલાસો બનાવવાની સામગ્રી
- ધાણા
- વરિયાળિ
- તજ
- તીખા
- એલચી
- લવિંગ
- જીરુ
- તમાલપત્ર
- આંબલી
- તલ
- નારિયેલનું ખમણ
- ખાંડ
- આમચૂર પાવડર
- તેલ
કચ્છી દાબેલીનો મલાસો બનાવવાની રીત
પેનમાં એક નાની વાટકી ધાણા, દોઢ ચમચી વરિયાળી, એક ચમચી તીખા, તજના બે ટૂકડા, એક એલચી, પાંચ લવિંગ, બે ચમચી જીરું ઉમેરો. પછી ધીમા ગેસે બધી વસ્તુ શેકો. પાંચ મિનિટ શેકો. પછી તેમા બે તમાલપત્ર અને આંબલિયા કાઢેલી આંબલી ઉમેરો.
કલર બદલાય જાય પછી ગેસ બંધ કરી પ્લેટમાં કાઢી લો. હવે ફરી પેન ગેસ પર મૂકો પછી તેમા પાંચ ચમચી તલ, થોડું ખમણેલું નાળિયેર ઉમેરો. આ બે વસ્તુને અલગ શેકી લો. પછી તેમા પાંચ સુકા કાશ્મીરી મરચા ઉમેરો. આનાથી કલર સરસ આવશે અને તીખું પણ નહીં લાગે. ત્રણ મિનિટ શેકો, મસાલો બળવો ન જોઈએ. હવે આ વસ્તુને પ્લેટમાં કાઢી ઠંડા થવા દો.
હવે શેકેલા બધા મલાસાને મિક્સરજારમાં પીસી લો.પછી તેમા એક ચમચી આમચુર પાવડર, બે ચમચી ખાંડ, બે ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. તૈયાર છે તમારો દાબેલીનો મસાલો. હવે તેને એર ટાઈટ કન્ટેનરમાં ભરી દો. ત્રણ મહિના માટે આ દાબેલીનો મસાલો ચાલે છે.