શ્રાવણ માસમાં ટ્રાય કરો નવી ફરાળી વાનગી, નોંધી લો રેસિપી

શ્રાવણ માસની ફરાળી વાનગી પૈકીની એક એટલે ફરાળી આલુ પરાઠા. વ્રતમાં ઘણા લોકો અવનવી ફરાળી વાનગીઓ ટ્રાય કરતા હોય છે. આજે ફરાળી આલુ પરાઠા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી આજે અમે જણાવીશું.

ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રી
સાબુદાણા,
બાફેલા બટાકા,
લીલા મરચા,
કોથમીર,
સેંધા નમક,
જીરું,
ચિલી ફ્લેક્સ,
કાળા મરી પાવડર,

ઘી.

ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત

સ્ટેપ-1
સૌ પ્રથમ એક પનમાં સાબુદાણા હળવા શેકી પછી તેને એક મિક્સર જારમાં નાખીને પાઉડર બનાવી લો.

સ્ટેપ-2
હવે તેને એક બાઉલમાં કાઢી પછી તેમાં બાફેલા બટેકાનું છીણ, મરચાના ટુકડા, કોથમરી, શેકેલ જીરું, ચિલી ફ્લેક્સ, કાળા મરી પાવડર, સેંધા નમક ઉમેરીને મિક્સ કરી લોટની જેમ બાંધી લો.

સ્ટેપ-3
હેવ લૂઆ બનાવીને વેલણની મદદથી પરાઠા વણી લો.

સ્ટેપ-4
હવે એક તવો ગરમ કરી તેની પર એક ચમચી ઘી લગાવીને પરાઠા શેકી લો. તૈયાર છે ફરાળી આલુ પરાઠા તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.