સાબુદાણા અને બટેટા ઉપવાસમાં ખુબ જ ખાવામાં આવે અલગ અલગ રીતે ઘણી રેસિપી ઘરે બનાવવામાં આવે છે. જાણી લો સાબુદાણાની ટેસ્ટી ફરાળી ખીચડી બનાવવાની સરળ રેસિપી.
સાબુદાણાની ખીચડી બનાવવાની સામગ્રી
સાબુદાણા,
તેલ,
જીરું,
મગફળી,
લીલાં મરચાં,
આદું,
ટામેટાં,
બાફેલા બટેટા,
રોક મીઠું,
કાળા મરીનો પાવડર,
સીંગદાણાનો ભુકો,
બારીક સમારેલી કોથમીર,
ખાંડ,
લીંબુનો રસ.
સાબુદાણાની ખીચડી બનાવવાની રીત
સ્ટેપ-1
સૌપ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને એક બાઉલમાં થાડીવાર પાણીમાં પલાળી દો.
સ્ટેપ-2
હવે એક મિક્સર જારમાં લીલા મરચા-આદુના ટુકડા અને થોડુ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો.
સ્ટેપ-3
હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં જીરું,બટાકાની ચીપ્સ,આદુ-મરચાની પેસ્ટ,પલાળેલા સાબુદાણા,મગફળીનો ભુકો,ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.
સ્ટેપ- 4
2 મિનિટ પકાવીને તેમાં લીંબુનો રસ,રોક મીઠું,કાળા મરીનો પાઉડર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને પ્લેટમાં કાઢીને દાડમના દાણાથી ગાર્નિશ કરીને તમારી ટેસ્ટી સાબુદાણા બટાકાની ખીચડી સર્વ કરો.