ઉપવાસમાં ખવાય તેવું કઈક ફટાફટ બનાવવું છે, તો ટ્રાય કરો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફરાળી ચેવડાની આ રેસિપી

શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ઉપવાસમાં ખવાય તેવો ટેસ્ટી ફરાળી ચેવડો ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી જોઈશું.

ફરાળી ચેવડો બનાવવાની સામગ્રી

સાબુદાણા
મખાના
કાજુ
સીંગના દાણા
ટોપરાનો ભૂકો
કિસમિસ
લીલા મચરા
કાલા નમક
મરી પાવડર
ખાંડ
ઘી

ફરાળી ચેવડો બનાવવાની રીત

ગેસ પર કઢાઈ મૂકી તેમા ઘી ઉમેરો.

હવે તેમા પહેલા સાબુદાણા સાતળી ને કાઢી લો. પછી તેમા આવી જ રીતે અલગ અલગ મખાના, સીંગના દાણા, કાજુ, નારિયેલનો ભૂકો, કિસમિસ સાતળી બહાર પ્લેટમાં લઈ લો.

હવે કઢાઈમાં ઘી મૂકી તેમા વધાર કરવા માટે જીરું, સમારેલું લીલું મરચું ઉમેરી સાતળો. પછી તેમા સાતળેલી તમામ વસ્તુઓ ઉમેરી દો, પછી કાલા નમક, ખાંડ, મરીનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી દો. બાદમાં તેને ઠંડું થવા દો. તો તૈયાર છે તમારો ફરાળી ચેવડો.