ઘણા ગુજરાતીઓનું સાંજનું મેનુ ખીચડી અને કઢી હોય છે. જો ટેસ્ટી સફેદ કઢી હોય તો વાત ન થાય. આજે રેસ્ટોરાં જેવી સફેદ કઢી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી તમને અહીં જણાવશે.
સફેદ કઢી બનાવવાની સામગ્રી
1 કપ સાદુ દહીં અથવા છાસ
2 ચમચી ચણાનો લોટ
1/2 ચમચી વાટેલું જીરું
1/2 ચમચી ધાણાજીરું
1/4 ચમચી હળદર પાવડર
1/4 ચમચી લાલ મરચું પાવડર (વૈકલ્પિક)
મીઠું, સ્વાદ માટે
2 ચમચી ઘી અથવા તેલ
તાજી કોથમીર, ગાર્નિશ માટે
સફેદ કઢી બનાવવાની રીત
1). એક મોટા મિક્સિંગ બાઉલમાં, દહીં કે છાસ, ચણાનો લોટ, વાટેલું જીરુ, ધાણાજીરું, હળદર, મરચું પાવડર (જો વાપરી રહ્યા હોય તો), અને મીઠું એકસાથે હલાવો. તમે લસણ, લીલા મરચા, મીઠા લીમડાના પાન, આદુની પેસ્ટ પણ તમને આ કઢીમાં ઉમેરી શકો છો.
2). મધ્યમ તાપ પર એક મોટી તપેલીમાં ઘી અથવા તેલ ગરમ કરો.
3). આ મિશ્રણ તેમા ઉમેરો અને તે ઘટ્ટ થાય અને બોઇલ પર આવે ત્યાં સુધી સતત હલાવતા રહો.
4). ધીમા ગેસે 7 મિનિટ અથવા કઢીની સુગંધ આવવા લાગે ત્યા સુધી પકાવો.
5). તાજી કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમાગરમ ભાત, રોટલી અથવા ખીચડી સાથે સર્વ કરો.