ચટપટું અને અવનવું ખાવાનું મન થયું હોય તો આજે બનાવો ડુંગળીના પરાઠા. આ થોડી યુનિક રેસિપી છે. એકવાર બની ગયા પછી સાંજના નાસ્તામાં ચા સાથે મજા પડશે. ચાલો બનાવીએ ડુંગળીના પરાઠા.
ડુંગળીના પરાઠા બનાવવાની સામગ્રી
- ડુગળી,
- મીઠું,
- લાલ મરચુ પાવડર,
- તલ,
- આમચુર પાવડર,
- અજમો,
- ચાટ મસાલો,
- કોથમરી,
- લીલા મરચા ,
- તેલ,
- ઘઉનો લોટ
- શેકેલા જીરાનો પાવડર
- ધાણાજીરું.
ડુંગળીના પરાઠા બનાવવાની રીત
- બાઉલમાં બારીક ચોપરમાં ચોપ કરેલી ડુંગળી લો. તેમા મીઠું, લાલ મરચુ પાવડર, તલ, આમચુર પાવડર, અજમો, ચાટ મસાલો, બારિક સમારેલી કોથમરી અને લીલા મરચા ઉમેરો.
- બધુ મિક્સ કરી ત્રણ મિનિટ સાઈડમાં મૂકી દો. પછી તેમા શેકેલા જીરાનો પાવડર અને ઘાણાજીરું ઉમેરો.
- હવે તેમા એક કપ રોટલીનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધો. જરૂર પ્રમાણે લોટ અને પાણી ઉમેરી લોટ થોડો કડક રાખવો. પછી તેલ ઉમેરી બરાબર મસળી લેવો.
- હવે નાના લુવા બનાવી, પાટલી પર લોટ નાખી પરાઠા વણી લો.
- પછી તવી પર તેલની મદદથી બરાબર શેકી લો. તો તૈયાર છે તમારા ડુંગળીના પરાઠા.