- જન્માષ્ટમી પર ખાસ કરીને ધાણાની પંજરી કાન્હાને ધરાવવામાં આવે છે
- વર્ષ 2024માં જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે
- જન્માષ્ટમી માટે તમે ઘરે પંજરી ખૂબ જ સરળતાથી બનાવી શકો છો
જન્માષ્ટમીએ પૂજાના અવસરે ભગવાનને વિવિધ પ્રકારની મીઠાઈઓ ચઢાવવાની પરંપરા છે, પરંતુ તેમાં સૌથી વિશેષ છે પંજરી અને જન્માષ્ટમીનો તહેવાર પંજરી વિના પૂર્ણ થતો નથી.
પંજરીમાં આખા ધાણા, ડ્રાઇફ્રુટ્સ, કોપરાનું છીણ અને ઘી, સાકર કે ખાંડનો ઉપયોગ થાય છે.
પંજરી એ જન્માષ્ટમીનો વિશેષ પ્રસાદ છે.
પંજરીને સૌથી શુદ્ધ માનવામાં આવે છે. કાન્હાને ભોજન અર્પણ કરવા સાથે, આ દિવસે ઉપવાસ કરનારા ભક્તો પણ આ પંજરીથી ઉપવાસ તોડે છે.
પંજરી બનાવવા જોશે સામગ્રી
ઘી- ¼ કપ,
કાજુ-બદામનો ભૂકો,
મખના- ½ કપ,
આખા ધાણા – 2 કપ,
છીણેલું સૂકું નારિયેળ- ½ કપ,
દળેલી ખાંડ- ½ કપ
પંજરી બનાવવાની રીત
તવાને ગરમ કરો અને તેમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરો. ઘી ગરમ થયા બાદ તેમાં ડ્રાયફ્રુટ્સને ધીમી આંચ પર સોનેરી થાય ત્યાં સુધી શેકો. તેને બીજા વાસણમાં કાઢીને સાઇડમાં રાખો. હવે પેનમાં મખનાને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. થોડું ઠંડું થાય પછી તેને ક્રશ કરી લો અથવા મિક્સરમાં બરછટ પીસી લો. પછી પેનમાં થોડું ઘી નાખો.હવે તેમાં ધાણાને ધીમી આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી શેકીલો. પછી તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરો. જ્યારે ધાણાનું મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યારે તેમાં સૂકું નારિયેળ અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરો.જન્માષ્ટમી માટે તૈયાર છે ધાણા પંજીરીનો પ્રસાદ. આ પ્રસાદ સ્વાદમાં ખુબજ સારો હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભ દાયક છે.