- બાળક માટે હલકું અને પૌષ્ટિક લંચ કરો તૈયાર
- ઓટ્સની રેસિપી બનાવીને બાળકોને આપો
- ઓટ્સ જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે
બાળકો શાળાએ જાય ત્યારે લંચમાં શું આપવુ એ હંમેશા ચિંતાનો વિષય રહે છે. કારણે બાળકો ઘરે ઘણી વાનગીઓ ખાય છે પરંતુ શાળામાં તે જ વસ્તુ ખાવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં, બાળકો માટે લંચ બોક્સ પેક કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
તેમના માટે નવી વાનગીઓ તૈયાર કરવા સિવાય તેમના પોષણનું ધ્યાન રાખવાની જવાબદારી પણ માતા-પિતાની છે.
આવી સ્થિતિમાં, કંઈક હલકું અને પૌષ્ટિક બનાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે ઓટ્સની રેસિપી લઈને આવ્યા છીએ.
આ ઓટ્સની રેસિપી બનાવવા માટે માત્ર સરળ નથી પણ જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. તમારા બાળકના લંચ બોક્સમાં આનો સમાવેશ કરવાથી તમારું બાળક આખો દિવસ ઊર્જાથી ભરેલું રહેશે.
મસાલા ઓટ્સ
2 કપ રોલ્ડ ઓટ્સ
2 ચમચી તેલ
1 ચમચી જીરું
1-2 લીલા મરચાં, બારીક સમારેલા
1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
1 મધ્યમ ટામેટા, બારીક સમારેલ
સ્વાદ માટે મીઠું
1 ચમચી લાલ મરચું પાવડર
¼ ચમચી હળદર પાવડર
2 ચમચી સમારેલી તાજા કોથમીર
બનાવવાની રીત
1. એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું ઉમેરો અને તેને ફોડવા દો.
2. લીલા મરચા અને ડુંગળી ઉમેરો સારી રીતે મિક્સ કરો અને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
3. ટામેટાં અને મીઠું ઉમેરો, ઢાંકી દો અને 2થી 3 મિનિટ સુધી પકાવો.
4. લાલ મરચું પાવડર અને હળદર પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
5. ઓટ્સ, 4 કપ પાણી ઉમેરો અને 4થી 5 મિનિટ પકાવો. એક ચમચી લીલા ધાણા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
6. બાકીના કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.