ADVERTISEMENT
ADVERTISEMENT

જન્માષ્ટમી પર બનાવો ઘઉંના લોટની ચકરી, આ રહી રેસિપી

જન્માષ્ટમીના તહેવારમાં દરેક ઘરોમાં અનેક પ્રકારના ફરસાણ બનતા હોય છે. તેમાની એક વાનગી એટલે ઘઉંના લોટની ચકરી. આજે આ ઘઉંના લોટની ચકરી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવીશું.

ઘઉંના લોટની ચકરી બનાવવાની સામગ્રી

2 કપ ઘઉંનો લોટ
2 ચમચી તલ
2 ચમચી આદુ મરચાની પેસ્ટ
1/2 કપ ચણાનો લોટ (બેસન)
1/4 ચમચી મીઠું
1/4 ચમચી હિંગ

3 ચમચી માખણ
4 ચમચી દહીં
1/4 ચમચી લાલ મરચું પાવડર
1/2 કપ નવશેકું પાણી
તળવા માટે તેલ

ADVERTISEMENT
ADVERTISEMENT

ઘઉંના લોટની ચકરી બનાવવાની રીત

ઢોકળીયામાં થોડું પાણી લો પછી કાણાવાળી ડીસ પર એક કોટનના કપડામાં ઘઉના લોટને બાંધીને બાફી લો.
બફાઈ ગયા પછી લોટને બહાર કાઢી મિક્સરજારમાં ક્રસ કરી લો.
પછી આ લોટને મોટા વાસણમાં લઈ તેમા દહીં, હળદર, મીઠું, લાલ મરચુ, આદુ-મરચાની પેસ્ટ, તલ, માખણ, થોડું તેલ ઉમેરી બધુ બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
હવે તળવા માટે તેલ ગરમ મુકવું. હવે ચકરી પાડવામાં સંચામાં તેલ લગાવી એક કાણાવાલી કરકરીયા વાળી ચકરી લેવી.
હવે તેમા આ લોટ ભરી પહેલા એક પ્લેટમાં ગોળ ચકરી પાડી લેવીની. પછી પંખા નીચે થોડીવાર સુકવી લેવી. પછી આ તેલમાં ચકરી તળી લેવી. તો તૈયાર છે તમારી ઘઉના લોટની ટેસ્ટી ચકરી.

ADVERTISEMENT
ADVERTISEMENT