ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રાવણ મહિનાના ઉપવાસમાં બનાવો સાબુદાણાના ફરાળી વડા, નોંધી લો રેસિપી

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત જ સોમવારથી થઈ છે. શ્રાવણ મહિનાનો સોમવાર લગભગ લોકો રહેતા હોય છે. ઉપવાસ આવે એટલે સાબુદાણાની એનક વિધ વાનગીઓ બનવા લાગે છે. આવી જ એક વાગની એટલે સાબુદાણાના વડા જેને આપણે સાબુદાણાની ટિક્કી પણ કહીએ છીએ. ઘરે સરળતાની આ ફરાળી વાનગી એટલે કે સાબુદાણાના ફરાળી વડા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું.

  • સાબુદાણાના ફરાળી વડા બનાવવાની સામગ્રી
  • સાબુદાણા,
  • બાફેલા બટાકા,
  • મગફળી,
  • કોથમીર,
  • આદુ મરચાની પેસ્ટ,
  • સેંધા નમક,
  • લીંબુ,
  • ખાંડ,
  • લાલ મરચું પાવડર,
  • દહીં,કાકડી,
  • કોથમીર,
  • શેકેલ જીરું પાવડર.

સાબુદાણાના ફરાળી વડા બનાવવાની રીત

સ્ટેપ- 1
સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી સારી રીતે ધોઈને એક બાઉલમાં થોડીવાર પલાળી દો.

સ્ટેપ- 2
હવે એક પેનમાં મગફળીના દાણા શેકીને મિક્સર જારમાં નાખીને અધકચરા પીસી લો.

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેપ- 3
હવે તે જ મિક્સર જારમાં આદુ-મરચા ઉમેરીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ- 4
હવે પાણી કાઢીને એક બાઉલમાં નાખો અને તેમાં તૈયાર કરેલ તમામ સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેપ- 5
હવે આ મિશ્રણામાંથી નાના નાના વડા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને તળી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય પછી બહાર કાઢી સર્વિસીંગ પ્લેટમાં મૂકીને સર્વ કરો.