કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવીએ કંટોલાનું શાક, લાગશે એકદમ ટેસ્ટી

ચોમાસું આવે એટલે કંટોલાનું શાક પણ ઘણા ઘરોમાં બનવા લાગ. આયુર્વેદની દ્રષ્ટીએ તો કંટોલા પોષ્ટીક છે જ. સાથે ઘણા લોકોને કંટોલાનું શાક બહુ જ ભાવતું હોય છે. જ્યારે અમુક લોકોને ભાવતું નથી. આજે આપણે કંટોલાનું એવું શાક બનાવવું છે જે દરેકને ભાવે. તો ચાલો જાણીએ રેસિપી.

કંટોલાનું શાક બનાવવાની સામગ્રી

  • સમારેલા કંટોલા
  • સમારેલું લસણ
  • હળદર
  • હીંગ
  • ધાણાજીરું
  • લાલ મરચું પાવડર
  • જરૂર મુજબ મીઠું
  • તેલ

કંટોલાનું શાક બનાવવાની રીત

  • દરેક ઘરમાં અલગ અલગ સ્ટાઈલમાં કંટોલાનું શાક બનતું હોય છે. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં કંટોલાનું શાક બનાવીશું.
  • ગેસ પર તેલ ગરમ કર્યા પછી તેમાં લસણને સાતળીશું. પછી તેમાં હીંગ અને સમારેલા કંટોલા ઉમેરી બરાબર મિક્સ કરીશુ.
  • હવે તેમા હળદર, જરૂર મુજબ મીઠું, ધાણાજીરુ, લાલ મચરું પાડર ઉમેરી બરાબર મિક્સ કરીશું. પછી તેને થોડીવાર ઢાંકીને પાકવા દો.
  • ઘણા ઘરોમાં કંટોલાના શાકમાં થોડી ખાંડ પણ નાખવામાં આવ છે, પરંતુ તમારે ઓરિજનલ ટેસ્ટ જોઈતો હોય તો તેમા ખાંડ નાખવાનું ટાળો, સાથે તેને છાશ સાથે ખાવાનું પણ ટાળો તેનો ટેસ્ટ તમને કળવો લાગશે.
  • પછી કઢાઈ પર ડીસ ઢાંકી તેના પર પાણી રાખીને પાકવા દો. બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારું કંટોલાનું શાક.