ADVERTISEMENT
ADVERTISEMENT

લારી જેવા મસાલા પાવ બનાવો ઘરે, ટેસ્ટ પણ એવો જ આવશે

લારી પર મળતા મસાલા પાવ ઘણા લોકોએ ખાધા હશે. એ મસાલા પાવનો ટેસ્ટ પણ દાઢે વળગે તેવો હોય છે. આજે આપણે લારી જેવા મસાલા પાવ ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું.

મસાલા પાવ બનાવવા માટેની સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • પાવભાજીના પાવ
  • લસણ
  • આદુ
  • લીલું મરચુ
  • ડુંગળી
  • બટર
  • મીઠું
  • ટામેટા
  • પાવભાજી મસાલો
  • લાલ મરચું પાડવર
  • કસુરી મેથી

મસાલા પાવ બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT
  • પેન પર બટર લગાવી ગરમ કરો. પછ તેમા અડધી ચમચી જીરું ઉમેરો.
  • પછી સમારેલું લસણ, સમારેલું આદુ, સમારેલું મરચું ઉમેરી મિક્સ કરો. થોડીવાર સાતળો.
  • પછી તેમા નાની સમારેલી ડુંગળી ઉમેરી બે મિનિટ સાતળો.
  • હવે તેમા સમારેલા બે ટામેટા ઉમેરો અને સાતળો. પછી સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો.

    પછી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળો.
  • પછી કેપ્સિકમ ઉમેરી તેને સાતળો. હવે તેમા પાવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચુ પાવડર, કસુરી મેથી ઉમેરી મિક્સ કરો.
  • હવેતેમા થોડું પાણી ઉમેરી મિક્સ કરો. હવે વાટકીની મદદથી મસાલાને ક્રશ કરી લો.
  • પછી તેમા લીંબુ રસ અને કોથમરી ઉમેરી મિક્સ કરો.
  • હવે પેનમાં એકબાજુ મસાલો લઈ લો અને બીજા ભાગમાં થોડું બટર ઉમેરી તેના પર પાવભાજીના પાવ વચ્ચે કાપો મારી સેકી લો.
  • પછી આ મસાલો આ પાવ ઉમેરો. અને તેમા સમારેલી ડુંગળી અને કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારા મસાલા પાવ.