નાયલોન ખમણ ઘરે બનાવવા ઘણા લોકોને અઘરા લાગતા હોય છે.
નાયલોન ખમણ બનાવવાની સામગ્રી (Nylon Khaman Ingredients)
- ચણાની દાળ,
- આદુ,
- લીલાં મરચાં,
- હળદર પાવડર,
- દહીં,
- તેલ,
- મીઠું સ્વાદ પ્રમાણે,
- સોડા,
- લીંબુનો રસ,
- રાઈ,
- હિંગ,
- ખાંડ,
- મીઠા લીમડાના પાન,
- પાણી,
- કોથમીર.
નાયલોન ખમણ બનાવવાની રીત (Nylon Khaman Making Process)
- ચણાની દાળમાંથી બનતી આ વાનગીમાં પહેલા ચણાની દાળને ધોઈને 5 કલાક પલાળી રાખો.
- હવે મિક્સરજારમાં ચણાની દાળ લો પછી તેમા સ્મૂધ બેટર જેવી પીસીને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢીને આખી રાત આથો આવવા દો.
- હવે બેટરમાં છીણેલું આદુ, લીલા મરચાની પેસ્ટ, દહીં,તેલ, હળદર પાવડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- હવે તેમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ ઉમેરીને બેટરમાં મિક્સ કરીને સ્ટીમિંગ ટ્રેમાં થોડું તેલ ગ્રીસ કરો અને ખમણનું બેટર ટ્રેમાં નાખો.
- હવે તેને 15 મિનિટ માટે બેટરને વરાળમાં પકાવીને ખમણને સ્ટીમરમાંથી કાઢીને નાના ચોરસ ટુકડા કરો.
- એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, લીલા મરચાંના ટુકડા, હિંગ,ખાંડ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરીને ખમણના ટુકડા ઉપર ટેમ્પરિંગ રેડો. હવે તેના પર સમારેલી તાજી કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.