તહેવારની સિઝનમાં ઘરે બનાવો ફરાળી આલુ પરાઠા, નોંધી લો રેસિપી

તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. તહેવારમાં ફરાળી વાનગીઓ દરેક ઘરમાં બનતી હોય છે. આજે આપણે ફરાળી આલુ પરાઠા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈશું. ફરાળી બટેકાના પરાઠા ખાવામાં ટેસ્ટી હોવાથી દરેકને ભાવતા હોય છે. વ્રતમાં આ પરાઠા ખાવાથી ભૂખ પણ લાગતી નથી.

ફરાળી આલુ પરાઠા બનાવવાની સામગ્રી

  • સાબુદાણા
  • બટાકા
  • લીલા મરચા
  • કોથમરી
  • આખુ જીરું
  • મરી પાવડર
  • ચીલી ફ્લેક્સ
  • મીઠું
  • તેલ

ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત

  • એક વાટકા સાબુદાણા લો. તેને 3 મિનિટ સારી રીતે શેકી લો. શેકાય ગયા પછી મિક્સરજારમાં પીસી લો.
  • હવાલાની મદદથી સાબુદાણાના ભૂકાને ચાળી લો.
  • તેમા બે મોટા બાફેલા બટાકાને ખમણી લો.
  • લીલા સમારેલા મરચા, કોથમરી, આખુ જીરું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, મીઠું ઉમેરી બધુ બરાબર મીક્સ કરી લો.
  • જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો. બાંધેલા લોટને 10 મિનિટ માટે રાખી મૂકો.
  • પછી લુવા બનાવી પરાઠા વણી લો. પછી પેન ગરમ મૂકી તેને તેલ લગાવી શેકી લો. બન્ને સાઈડ બરાબર શેકાય ગયા પછી લઈ લો. તો તૈયાર છે તમારા આલુના પરાઠા.