પપૈયાના ફાયદા તો તમે ઘણી વખત સાંભળ્યા હશે અને શોખથી ખાતા પણ હશો. પણ શું તમે ક્યારેય પપૈયાના પાનનો રસ પીધો છે? જો નથી પીધો તો આ વાંચ્યા પછી તમે કદાચ પીવાની શરૂઆત કરી લેશો. કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રીતે આ રસને પીવાથી તમે ઘણી મોટી બીમારીઓને મ્હાત આપી શકો છો. ચાલો આજે જાણીએ તેના ફાયદા વિશે…
પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી રહે છે.
પપૈયામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જેનાથી પપૈયાનું ઝાડ શરીરને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. પપૈયા સિવાય તેના પાન પણ લાભદાયક છે. તેના ઘરેલું નુસખો પ્લેટલેટ્સને વધારવાનું કામ કરવામાં મદદ કરે છે.
વધારે છે ઈમ્યુનિટી
પપૈયાના પાનનો રસ શરીરની ઈમ્યૂનિટી તો વધારે જ છે, સાથે જ શરીરમાં બેક્ટેરિયાના ગ્રોથને રોકવામાં મદદરૂપ બને છે. લોહીમાં રહેલા શ્વેતકણો એટલે કે વ્હાઈટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સને વધારવામાં પણ મદદ કરે છે.
ડેન્ડ્ર્ફ અને વાળને ખરતા અટકાવે
પપૈયાના પાનનું સેવન લાભદાયી માનવામાં આવે છે. તેના પાનમાં પૈપિન એન્ઝાઈમ વધારે હોય છે જે પાચનને મજબૂત કરે છે. આ સિવાય અલ્કાઈનનું વધારે પ્રમાણ ડેન્ડ્ર્ફ અને વાળને ખરતા અટકાવે છે. આ સિવાય વિટામીન એ, સી, ઈ અને બીનું પ્રમાણ પણ વધારે હોય છે. તમે ઈચ્છો તો પપૈયાના પાનની ચા, જ્યૂસ કે ટેબલેટ પણ લઈ શકો છો. તેનાથી તમે અનેક મોટી બીમારીઓથી બચી શકો છો.
ડેન્ગ્યુ-મેલેરિયાથી રાખે છે દૂર
ડેન્ગ્યુ અને મલેરિયા સામે લડવામાં પણ પપૈયાના પાનનો રસ ઘણો લાભકારક સાબિત થાય છે. તેને આ બીમારીઓનો રામબાણ ઈલાજ પણ કહેવામાં આવે છે. આ રસ શરીરમાં અશક્તિને વધતા રોકે છે.
વધારે છે વાળનો ગ્રોથ
પપૈયાના પાનને ખાવાથી વાળ મજબૂત બને છે અને સ્કેલ્પમાં નવા વાળ આવે છે. વાળને ખરતા રોકવા માટે એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર ચીજોનું સેવન કરવું. પપૈયાના પાનમાં એન્ટી ફંગલ ગુણ હોય છે જે ડેન્ડ્રફની મુશ્કેલી દૂર કરવાનું કામ કરે છે.
લોહીની ઉણપ થશે દૂર
જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો પપૈયાના પાનનો રસ પીવાથી બ્લડ પ્લેટલેટ્સ વધે છે. ત્રણ મહિના સુધી રોજ બે ચમચી આ રસ પીઓ.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)