બાળકો માટે ઘરે જ બનાવો ચીઝ ગાર્લિક બ્રેડ, ફટાફટ થઈ જશે તૈયાર અને ખાઈને ખુશ થઈ જશો

 અત્યાર સુધી તમે બજારમાં મળતી ગાર્લિક બ્રેડ જ ખાધી હશે. લોકો તેને ભાગ્યે જ ઘરે બનાવે છે. તેનું સૌથી મોટું કારણ છે ઘરે માઈક્રોવેવ અથવા જરુરી વસ્તુઓ ન હોવી. પરંતુ, તમે ઘરે પણ ખૂબ જ સરળતાથી ક્રિસ્પી ચીઝ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો.

ખાસ વાત તો એ છે કે તેને બનાવવા માટે તમારે વધારે સામગ્રી અને સમયની પણ જરૂર નહીં પડે.

ખૂબ જ ઓછી સામગ્રીની સાથે ઓછા સમયમાં ચીઝ ગાર્લિક બ્રેડ તમે ઘરે કેવી રીતે બનાવી શકો છો, ચાલો જાણીએ.

સામગ્રી

  • બટર
  • લસણ ઝીણું સમારેલું
  • ચિલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • બ્રેડ સ્લાઈસ
  • ચીઝ સ્લાઈસ
  • મકાઈના દાણા
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની રીત

  • સૌથી પહેલા એક બાઉલમાં બટર લો અને તેને ઓગાળી લો. હવે ઓગાળેલા બટરમાં બારીક સમારેલા લસણ નાખીને સારી રીતે હલાવો અને થોડીવાર માટે અલગ રાખી દો.
  • હવે ઘરે તૈયાર કરેલા ગાર્લિક બટરમાં ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો.
  • ત્યાર પછી ગાર્લિક બટરને બ્રેટ સ્લાઈસ પર સારી રીતે લગાવો અને ઉપરથી મકાઈના દાણા નાખો.
  • હવે તેના પર ચીઝ સ્લાઈસ મૂકો અને તવા પર સેંકવા માટે રાખી દો. (ધ્યાન રાખો કે તેને ક્રિસ્પી બનાવવા માટે તમારે તેને ધીમી આંચ પર જ શેકવી જોઈએ.)
  • જ્યારે ચીઝ ઓગળવા લાગે ત્યારે તેને તવા પરથી લઈ લો અને પ્લેટમાં મૂકીને ગરમા-ગરમ સર્વ કરો અને મજા ઉઠાવો.