પાત્રા એક ગુજરાતી અને મહારાષ્ટ્રની એક પારપરિક ડિશ છે . દરેક ગુજરાતી ઘરમાં ચોમાસામાં આ ડિશ જરૂર બને જ છે.
5 અળવીના પાન
3 કપ ચણાનો લોટ
3/4 કપ ગોળ
1 ચમચી આદુ – મરચાની પેસ્ટ
1 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હિંગ
1 કપ આમલીનુ પાણી
સ્વાદ અનુસાર મીઠું
1 લીંબુ
2 ચમચી તેલ
વઘાર માટે – 3 ચમચા તેલ , રાઇ ,તલ ,લીમડો , લીલા મરચાના ટુકડા , થોડી કોથમરી ,હિંગ
ગાર્નિશ માટે- છીણેલું નારિયલ , કોથમીર
બનાવવાની રીત
– સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ માટે તેમાં આદુ મરચાની પેસ્ટ ,ગોળ ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ ,૧ લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને ખીરું તૈયાર કરો .એક ચમચી તેલ પણ એડ કરો
– પછી અમે અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો. પાનના ઠૂંઠાને કાપી દો.
– ત્યારબાદ તેને પાણીથી લોટ બાંધી લેવો અળવીના પાનમાં લોટ ચોપડવો.
– પછી એક બીજું પાન તેના પર ઉંધુ રાખો પછી તેના પર ખીરુ લગાવો.
– પછી ત્રીજા પાન રાખી તેના પર પણ ખીરુ લગાવો . આ રીતે ત્રણ પાનથી પાત્રા બનાવવા.
– પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો. આ રીતે પાત્રા નો રોલ તૈયાર છે
– વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો.
– પછી સહેજ ચપ્પા વડે ચેક કરી લેવું પાત્રા ચડી ગયા હશે તો લોટ ચપ્પા ની નહિ ચોંટે. પાત્રા ઠંડા પડી જાય એટલે તેના ગોળ ટુકડા સમારી લેવા.
– હવે કઢાહીમાં વઘાર માટે તેલ ગરમ કરી એમાં રાઈ નાખો પછી તલ અને હીંગ નાખી શેકો. ગોળ આમલીનું પાણી ઉમેરો.
– હવે એમાં કાપેલા પાત્રા ના ટુકડા નાખી ધીમા પાર પર શેકો અને ગાર્નિશ કરી તરત જ સર્વ કરો.
– સ્વાદિષ્ટ પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે