મેગી મસાલા મખાના રેસીપી

અડધી રાત્રે ભૂખ લાગે તો ઝટપટ બની જાય એવી રેસીપી અમે તમારા માટે લાવ્યા છે. આ ડિશમાં ઘરે જ સરળતાથી મળી જાય એવી સામગ્રી છે.

સામગ્રી

100 ગ્રામ – મખાના

1 ચમચી- દેશી ઘી

1 પેકેટ- મેગી મસાલા

મેગી મસાલા મખાના રેસીપી

મખાના બનાવવા માટે એક બાઉલમાં 100 ગ્રામ મખાના લો.

ત્યારબાદ ગેસ પર એક તવા મૂકો અને દેશી ઘી ઓગાળી લો.

હવે તેમાં મેગી મસાલો ઉમેરો અને 2 મિનિટ સુધી ચડવા દો.

ઘીમાં મસાલો નાખ્યા પછી મખાના ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

તમારો મખાના નાસ્તો તૈયાર છે, જેને સ્ટોર પણ કરી શકાય છે, ફક્ત એરટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો.