2 નંગ બટાકા
1 બાઉલમાં ચણાનો લોટ
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી સોડા
તળવા માટે તેલ
લીંબુ નો રસ
બનાવવાની રીત
– સૌપ્રથમ બટાટાને ધોઈને બટાકા ની આછી ચિપ્સ પાડી લો..
– બટેકાની છાલ ઉતારી વેફર કરવાની ખમણી દ્વારા પાતળી સ્લાઇડ કરો
– ચણાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરી પાણી નાખી ભજીયાનું ખીરૂ તૈયાર કરો.
– કઢાઇમાં તેલ ગરમ કરો.
– તેલ ગરમ થાય ત્યારે તૈયાર બટેકાની સ્લાઇડને ચણાના ખીરામાં ડુબાડીને તેના ભજીયા બનાવો.
– તૈયાર ભજીયા ખજુરની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો.