હાર્ટને હેલ્ધી રાખવાની સાથે બ્લડ શુગર પણ કંટ્રોલ કરે છે પાલકનો સુપ, ઘરે આ રીતે બનાવો

લીલા પાંદડાવાળા પાલકમાંથી બનાવેલો સૂપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગુણોથી ભરપૂર પાલકને સામાન્ય રીતે શાકભાજી તરીકે ખાવામાં આવે છે. પરંતુ પાલકમાંથી બનતો સૂપ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. પાલક હૃદય સંબંધિત બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક હોય છે અને તે શુગર લેવલને કંટ્રોલમાં રાખવાની સાથે જ હાડકાંને મજબૂત કરવાનું પણ કામ કરે છે.

પાલકનો સૂપ એક કોમન રેસિપી છે, જે ઘણીવાર ઘરે બનાવવામાં આવે છે. જે લોકો પાલકનું શાક ખાવાનું પસંદ નથી કરતા, તેમના માટે પાલકનો સૂપ બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. આ રેસિપીને બનાવવી એકદમ સરળ છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત

સામગ્રી

  • પાલક
  • સંચળ
  • કાળા મરીનો પાવડર
  • ઘી
  • કોથમીર
  • હીંગ
  • જીરું
  • લાલ મરચું
  • આદુ-લસણની પેસ્ટ

બનાવવાની રીત

  • પાલકનો સૂપ બનાવવા માટે તમારે પાલકને ધોઈને સાફ કરી લેવાની છે. હવે તેને ઉકાળી લો. પાલકના પાનને ઉકાળ્યા પછી તેને સારી રીતે પીસી લો. હવે બાફેલા મિશ્રણને એક વાસણમાં પાણીમાં નાખી દો. આ પાણીને એકદમ ગરમ થવા દો.
  • આ પછી તેને ગેસ પરથી ઉતારી લો. હવે તમારે આ સૂપમાં તડકો લગાવવાનો છે. આ માટે સૌથી પહેલા એક પેનમાં ઘી નાખો.
  • હવે તેમાં હિંગ, જીરું અને લાલ મરચું ઉમેરી દો. ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો. આ દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ જ હોવી જોઈએ.
  • હવે તેમાં બાફેલા પાલકનું પાણી ઉમેરી દો. તે ઉકળે પછી તેમાં કોથમીર, કાળા મરી પાવડર અને સંચળ નાખો અને સર્વ કરો. આ સૂપને જ્યારે ચા પીવાની ઈચ્છા થાય ત્યારે પી શકાય છે.