બજાર જેવા ટેસ્ટી દાળવડા બનાવો ઘરે, નોંધી લો સરળ રેસિપી

ગરમાગરમ દાળવડા ડુંગળી સાથે ખાવાની મજા જ અલગ છે. તેમાય અમદાવાદના ફેમસ અંબિકાના દાળવડા હોય તો વાત જ જવા દો.

દાળવડા બનાવવાની સામગ્રી

  • મગની દાળ,
  • લીલા મરચા,
  • આદુ,
  • મીઠું,
  • હીંગ,
  • મરી,
  • કોથમરી,
  • તેલ,
  • ડુંગળી

દાળવડા બનાવવાની રીત

સ્ટેપ-1: સૌ પ્રથમ એક બાઉલમાં મગની ફોતરાવાળી દાળને ધોઈને 6 કલાક પાણીમાં પલાળી દો.

સ્ટેપ-2: હવે હાથથી મસળીને મગદાળના ફોતરી ઉતારીને પાણીમાંથી બહાર કાઢીને દાળને એક વાસણમાં રાખો.

સ્ટેપ-3: હવે એક મિક્સર જારમાં મગદાળ,લીલા મરચા,આદુના ટૂકડા ઉમેરી અધકચરી પીસી લો.

સ્ટેપ-4: હવે તેમા મીઠું,હીંગ,મરીનો ભૂકો,સમારેલી કોથમરી ઉમેરી મિક્સ કરીને આ મિશ્રણને સારી રીતે ફેટી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તૈયાર કરેલ મિશ્રણમાંથી દાલવડાને તળીને સમારેલી ડુંગળી સાથે ગરમા-ગરમ સર્વ કરો.