દૂધની મદદથી આ રીતે ઘરે જ બનાવો ઓર્ગેનિક બટર

જો તમે પણ બહારથી બટર લાવી ખાવ છો તો સમય રહેતા કહેતી જવું જોઈએ. કારણ કે, બહારથી લાવેલ બટરમાં ભેળસેળ કરેલી હોય શકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. એટલે તમારે બહારથી ખરીદતા પહેલા ઘરે જ દૂધમાંથી બટર બનાવી શકો છો. ઘરે બનાવેલું બટર સ્વાદિષ્ટ પણ હોય છે અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

બટર બનાવવા માટેની સામગ્રી

1 લિટર તાજું દૂધ

બરફનું પાણી

બટર બનાવવા માટે જરૂરી સાધનો

1 મોટું તપેલું

1 ચમચો

1 જાર

બટર બનાવવાની પદ્ધતિ

દૂધમાંથી માખણ કાઢવા માટે સૌથી પહેલા દૂધને એક મોટા વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં રાખી મૂકો. તેને ઓછામાં ઓછા 8-10 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો જેથી દૂધ ઠંડુ થાય અને ક્રીમ વધે. ત્યારબાદ, રેફ્રિજરેટરમાંથી દૂધ બહાર કાઢો અને ચમચીની મદદથી કાળજીપૂર્વક ક્રીમને અલગ કરો.

માખણમાંથી દૂધની ગંધ સંપૂર્ણપણે દૂર થઈ જશે

હવે ક્રીમને સ્વચ્છ જારમાં મૂકો.ત્યારબાદ જારને ઢાંકણ વડે બંધ કરો અને જોરથી હલાવો. તમે તેને થોડો સમય મંથન કરતા રહો.થોડા સમય પછી માખણ ક્રીમથી અલગ થવા લાગશે. જ્યારે માખણ સંપૂર્ણપણે અલગ થઈ જાય, ત્યારે બાકીનું પાણી કાઢી લો. આ પછી, માખણને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. જેથી માખણમાંથી દૂધની ગંધ સંપૂર્ણપણે દૂર થઈ જશે.

માખણને એરટાઈટ પાત્રમાં મૂકીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો

ત્યારબાદ માખણને સ્વચ્છ કપડામાં લપેટીને સારી રીતે નિચોવી લો. આનાથી માખણમાંથી બધુ જ પાણી નીકળી જશે. જો તમે ઈચ્છો તો માખણમાં મીઠું ઉમેરીને તેને ખારું બનાવી શકો છો. છેલ્લે, માખણને એરટાઈટ પાત્રમાં મૂકો અને તેને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો.