નવરાત્રિ પર્વની શરૂઆત થવાની છે. આસો સુદ નવરાત્રિએ માતાજીની આરાધના, પૂજા અને ગરબા રમવાનો પર્વ છે. દેશ ભરમાં આ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ ભેર કરવામાં આવે છે. દરેક મંદિરોમાં આ નવ દિવસોમાં માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવે છે. આ દિવસોમાં માતાજીનું રૂપ, તેમનો મહિમા અને પ્રભાવ કંઇક અલગ જ હોય છે. મોટા ભાગે લોકો 9 દિવસ ઉપવાસ કરે છે.
ત્યારે જો તમારે પણ ઉપવાસ કરવાના હોય તો કેવી હેલ્ધી રેસિપી બનાવશો કે જેનાથી ગરબા રમવાનું જોમ આવે અને પેટ પણ ભરાય.
ત્યારે આજે આપણે ખાસ રેસિપીની વાત કરીશું. જે છે ખીર. આ ખીર બનાવીશું રાજગરામાંથી. રાજગરાની ખીર અને રાજગરાનો શીરો ઉપવાસમાં ઉત્તમ છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે બનાવીશું રાજગરાની ખીર.
- રાજગરાની ખીર ગ્લૂટન ફ્રી અને ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. રાજગરાની ખીર પોષણ અને સ્વાદથી ભરપૂર છે. તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને જ્યારે તેને દૂધમાં સારી રીતે મિક્સ કરવામાં આવે ત્યારે તે એક અલગ જ સ્વાદિષ્ટ વાનગી બની જાય છે.
- રાજગરાના કર કર દાણાને કારણે ખીરમાં ક્રન્ચી ટેક્સચર આવે છે. આ બનાવવા માટે રાજગરાના લોટને ઘી અને ડ્રાય ફ્રૂટ્સની સાથે સરસ સ્મેલ આવે ત્યાં સુધી શેકો. ત્યારબાદ પેનમાં ધીમે ધીમે દૂધ નાઁખો. મિશ્રણ ચોંટે નહી તેનું ખાસ ધ્યાન રાખો. આમ કરવાની ધીરે ધીરે મિશ્રણ જાડુ બનશે એટલે તમે તેમાં ગોળ કે ખાંડ નાંખી શકો છો. પછી ઠંડુ થાય એટલે આ ખીર જમો.
રાજગરાની ખીર બનાવવા માટેની સામગ્રી
તેને બનાવવા માટે તમારે રાજગરા, દૂધ, ખાંડ, એલચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ અને પાણીની જરૂર પડશે.
આ બનાવવા માટે રાજગરાને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ એક વાસણમાં દૂધ અને પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો. જુઓ, જ્યારે દૂધ ઉકળવા લાગે, ત્યારે તેને થોડીવાર ધીમી આંચ પર ચડવા દો. પછી તેમાં ધોયેલા રાજગીરા ઉમેરો. હવે તેને રાંધવા માટે સમય આપો. 10 થી 12 મિનિટ પછી ચેક કરો, જોકે વચ્ચે વચ્ચે ખીરને હલાવતા રહો. જ્યારે રાજગીરા બફાઈ જાય અને દૂધ અડધું થઈ જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને ઈલાયચી પાવડર નાખીને બરાબર પકાવો. ખીર થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો. રાજગીરાની ખીર તૈયાર છે, તેને સર્વ કરવા માટે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરો. આ ખીર ચોખાની ખીરની જેમ જ બનાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો રાજગીરાને ધોયા પછી થોડીવાર પલાળી શકો છો, આ સ્થિતિમાં તે ઝડપથી પાકી જશે.