રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારા બાળકોને આ વસ્તુઓ ખવડાવો

  • બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ
  • બાળકોના બીમાર પડવાની શક્યતા ઓછી થશે
  • ખરાબ જીવનશૈલી હોય તો બીમાર પાડવાનું જોખમ રહે

તમારા બાળકોને બિમારીઓથી બચાવવા માટે અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માનો છો. તો આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા બાળક માટે યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરો છો. જો તમારી ખાવાની દિનચર્યા અને ખરાબ જીવનશૈલી હોય તો વારંવાર બીમાર પાડવાનું જોખમ રહે છે.

બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ

બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતાં ઓછી હોય છે. જેથી બાળકોના બીમાર પાડવાની શક્યતાઓ વધી જાય છે. આ જ કારણ છે કે હવામાનમાં થતા ફેરફારોથી બાળકો વારંવાર બીમાર પડે છે. ત્યારે તેમના આહારમાં એવી વસ્તુઓ શામેલ કરવી મહત્વપૂર્ણ છે, જે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

વિટામિન સી

વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેઓ શરીરમાં શ્વેત રક્તકણો વધારવાનું પણ કામ કરે છે. ત્યારે વધુમાં, વિટામિન સી ચેપ પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખે છે. સાથે જ તમે તમારા બાળકોને સંતરા, આમળા અને દ્રાક્ષ જેવા ખાટા ફળો પણ ખવડાવી શકો છો. જે વિટામિન સીથી ભરપૂર હોય છે.

પ્રોટીનયુક્ત ખોરાક

તમે બાળકોનો વિકાસ વધારવા માંગતા હોવ તો ખોરાકમાં પ્રોટીનનો સમાવેશ ચોક્કસ કરવું જોઈએ. તેનાથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત થાય છે. જો શરીરમાં પ્રોટીનની માત્રા યોગ્ય હોય તો કોઈપણ ઈજા જલ્દી ઠીક થઈ જાય છે. બાળકોના આહારમાં ચીઝ, ઈંડા, ટોફુ અને સોયાબીનનો સમાવેશ અવશ્ય કરો.

બદામ

બાળકોના રોજિંદા આહારમાં બદામનો સમાવેશ અવશ્ય કરો. 5 થી 6 બદામ આખી રાત પલાળી રાખો અને સવારે બાળકોને આપો. તેનાથી બાળકોને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન ઈ મળશે. આ બાળકોને સક્રિય રાખવામાં મદદ કરશે.

દહીં

જો બાળકની પાચનશક્તિ સારી ન હોય તો પણ તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. નિષ્ણાતો કહે છે કે બાળકોના આંતરડાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. બાળકોએ તેમના દૈનિક આહારમાં દહીં અને છાશનો સમાવેશ કરવો જ જોઈએ. દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. તેથી તેમના રોજિંદા આહારમાં દહીં અથવા છાશનો સમાવેશ કરો.