નવરાત્રીના ઉપવાસમાં બનાવો ફરાળી ઢોકળા, નોંધી લો રેસિપી

 નવરાત્રીના ઉપવાસમાં દરેક ઘરમાં અવનવી ફરાળી વાનગીઓ બનતી હોય છે. આજે અમે ફરાળી ઢોકળા કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવીશું. તો આ ( farali dhokla ) રેસિપી તમે જરૂર ટ્રાય કરજો.

ફરાળી ઢોકળા બનાવવાની સામગ્રી (farali dhokla ingredients)

  • 1 કપ સામો, મિક્સરજારમાં પીસેલો
  • 1/2 કપ સાબુદાણા, મિક્સરજારમાં પીસેલા
  • 1/2 કપ દહીં
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1/4 ચમચી રોક મીઠું
  • 1/4 ચમચી ઈનો (બેકિંગ પાવડર)
  • 2 ચમચી ઘી
  • કોથમીર, બારીક સમારેલી

આ રીતે બનાવો ફરાળી ઢોકળા (farali dhokla making process)

  • એક મોટું બાઉલ લો, તેમા સામામાં સાબુદાણા, દહીં, હળદર પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર અને રોક મીઠું મિક્સ કરો.
  • હવે તમા ઈનો અને જરૂર મુજબ પાણી ઉમેરી બેટરને ઘાટું બનાવો.
  • મિશ્રણને ઢોકળા મેકર અથવા ઊંડા તવામાં ઘી લગાવીને રેડો.
  • ઢોકળા મેકરને ધીમી આંચ પર રાખો. 15-20 મિનિટ માટે પાકવા દો.
  • તૈયાર છે તમારા ફરાળી ઢોકળા તેને વિવિધ પ્રકારની ચટણી સાથે સર્વ કરો.

આરોગ્ય લાભ:

સાબુદાણામાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફાઈબર હોય છે.
દહીંમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.