નવરાત્રીના ઉપવાસમાં ટ્રાય કરો ફરાળી પાત્રા, આ રહી રેસિપી

તમે ઉપવાસમાં બટાકા અને સાબુદાળાની વાગનીઓ ખાઈને કંટાળી ગયા છો? તો તમારા માટે લાવ્યું છે ફરાળી પાત્રાની રેસિપી. અળવીના પાનમાંથી બનતા આ ફરાળી પાત્રા ખુબ જ સરળ રીતે બની જશે. તો જરૂર ટ્રાય કરો આ ફરાળી પાત્રાની રેસિપી

ફરાળી પાત્રા બનાવવાની સામગ્રી (farali patra ingredients)

  • અળવીના પાન
  • રાજગરાનો લોટ
  • સામો
  • ગોળ
  • લીલા મરચા
  • આદુ
  • આંબલી
  • હળદર
  • મીઠું
  • લાલ મરચુ પાવડર
  • તેલ
  • સફેદ તલ
  • જીરુ
  • મીઠો લીમડો

આ રીતે બનાવો અળવીના પાનના ફરાળી પાત્રા (farali patra making process)

  • અળવીના 5 પાન લો. તેને સારી રીતે ધોઈ તેમાથી મોટી ડાળીઓ ચપ્પાની મદદથી નિકાળી દો.
  • મિક્સિંગ બાઉલમાં રાજગરાનો એક વાટકી લોટ, એક વાટકી સામો મિક્સરજારમાં પીસેલો ઉમેરો.
  • પછી મિક્સજારમાં બે લીલા મરચા, થોડો ગોળ, આદુ, આંબલી, ચટણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી આ લોટમાં ઉમેરો.
  • હવે તેમા મીઠું, હળદર, લાલ મરચુ પાવડર, એક ચમચી તેલ ઉમેરી મિક્સ કરો. પછી તેમા જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. લોટ ઢીલો કે કઠણ ન બાંધવો.
  • પછી તેમા સફેદ તલ ઉમેરી મિક્સ કરી દો.
  • હવે આ લોટને અળવના પાન પર પાથરી દો.

    પછી તેના પર પર બીજું પાન મૂકી તેના પર પણ લોટ પાછરો પછી બધી સાઈઝને બરાબર રોલ કરી દો.
  • પછી ઢોકળીયામાં પાણી ઉકાળો. પછી તેની કાણાવાળી ડીસમાં તેલ લગાવી તેના પર પાત્રાના રોલ મૂકી દો. પછી પંદર મિનિટ પાકવા દો.
  • પછી ઠંડા થાય પછી તેને ચપ્પાની મદદથી ગોળ આકારમાં કાપી લો. આ પાત્રાને એક પેનમાં લઈ લો.
  • ટડકાના બાઉલમાં તેલ ગરમ કરો પછી તેમા જીરું, તલ , મીઠો લીમડો ઉમેરી આ વઘારે પાત્રા પર રેડી દો. પછી પાત્રાને ત્રણ મિનિટ ગેસ પર પાકવા દો. તૈયાર છે તમારા ફરાળી પાત્રા.