નવરાત્રી પર બનાવો દુધીનો હલવો, જાણો સરળ રેસિપી

 દુધી હલવો એ લોકપ્રિય ભારતીય વાનગી છે. જે દુધી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. અહીં તેની સરળ રેસીપી તમને જણાવી રહ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ દુધી ગુણકારી છે. તે પણ આપણે આ સ્ટોરીમાં જોઈશું.

દુધીનો હલવો બનાવવા શું જોઈએ? (dudhi halwa recipe ingredients )

  • 1 મીડીયમ સાઈઝની દુધી
  • 2 કપ દૂધ
  • 1/2 કપ ખાંડ
  • 1/4 ચમચી એલચી પાવડર
  • 1/4 ચમચી કેસર
  • 2 ચમચી ઘી
  • બદામ અથવા પિસ્તા, બારીક સમારેલા

દુધીનો હલવો કેવી રીતે બનાવવો? (dudhi halwa making process)

  • 1). દુધીને સારી રીતે ધોઈ, તેને ખમણી લો.
  • 2). એક પેનમાં ઘી ગરમ કરો.
  • 3). હવે તેમા ખમણેલી દૂધી ઉમેરી પકાવો.
  • 4). પછી દૂધ, ખાંડ ઉમેરી બરાબર પાકવા દો.
  • 5). સરસ પાકી ગયા બાદ તેમા એલચી પાવડર અને કેસર મિક્સ કરો. તૈયાર છે દુધીનો હલવો ગરમા ગરમ સર્વ કરો.

આરોગ્ય લાભ:

  • દુધીમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે.
  • દૂધમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
  • તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
  • તે ડાયાબિટીસ અને હૃદય રોગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.