આ દિવાળી પર ઘરે જ બનાવો બિસ્કિટ જેવા ક્રિસ્પી શક્કરપારા, લખી લો એકદમ પરફેક્ટ રેસિપી

દિવાળી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતી ઘરોમાં અવનવી વાનગીઓ પણ બનવા લાગે છે. આ દિવાળી પર શક્કરપારા જરૂર ટ્રાય કરજો. અહીં શક્કરપારાની રેસિપી જણાવી રહ્યું છે.

મીઠા શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ મેંદો
  • 150 ગ્રામ ખાંડ
  • ઘી
  • પાણી
  • તેલ
  • એલચી પાવડર

શક્કરપારા બનાવવાની રીત

  • પહેલા કઠાઈમાં પાણી, ખાંડ અને ઘી ઉમેરી ખાંડને ઓગાળી લો.
  • પછી તેમા એલચી પાવડર ઉમેરો. પછી ગેસ બંધ કરી. પછી આ મિશ્રણ ઠંડું કરી દો.
  • હવે તેમા મેંદો ઉમેરી લોટ બાંધી લો. પછી 20 મિનિટ માટે તેને મુકી રાખો.
  • પછી મોટા લુવા બનાવી ભાખરીથી થોડી જાડી સાઈઝમાં વણી લો અને કટર કે ચપ્પાની મદદથી નાની ચોરસ આકારમાં કાપી લો.
  • પછી તેલ ગરમ મૂકી તેને તેળી લો. બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. તૈયાર છે તમારા શક્કરપારા.