કાજુ કતરી (કાજુ બરફી) રેસીપી: ભારતમાં કાજુ કતરી ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રિય મીઠાઈ છે. ત્યારે આગામી સમયમાં દિવાળી (Diwali 2024) નો તહેવાર આવી રહ્યો છે. બજારમાં આ મીઠાઈ ઘણી મોંઘી મળે છે. ત્યારે જો આજે અમે તમને ઘરે જ કાજુ કતરી બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જાણો.
કાજુ કતરી બનાવવા માટેની સામગ્રી
- એક કપ કાજુ
- અડધો કપ ખાંડ
- ગ્રીસિંગ માટે ઘી
- 1/4 એલચી પાવડર
- ચાંદીનો વરખ
કાજુ કતરી બનાવવાની રીત
- સૌ પ્રથમ એક કપ કાજુને મિક્સરમાં નાખીને તેનો ઝીણો પાવડર બનાવી લો.
- હવે એક પેનને ધીમી આંચ પર મૂકો.
- તેમાં પાણી અને ખાંડ ઉમેરીને ઉકાળો.
- ખાંડ ઓગળે ત્યાં સુધી પાણી અને ખાંડને હલાવતા રહો.
- ખાંડ ઓગળી જાય, ત્યારે મિશ્રણને ઘટ્ટ અને ચીકણું બને ત્યાં સુધી ઉકાળી લો.
- હવે આંચ ઓછી કરીને આ મિશ્રણમાં કાજુ પાવડર અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
- આ મિશ્રણને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે એક મોટો ગઠ્ઠો બનવાનું શરૂ ન કરે. તે લગભગ 7 મિનિટ લેશે.
- ગેસ બંધ કરીને 3 થી 4 મિનિટ માટે ઠંડુ થવા દો.
- જ્યારે તે ઠંડુ થઈ જાય, ત્યારે તેને હાથથી થોડું ભેળવી દો જેથી તે નરમ થઈ જાય.
- જો મિશ્રણ ખૂબ સૂકું થઈ જાય તો દૂધના થોડા ટીપાં નાખીને મસળી લો.
- હવે એક પ્લેટની પાછળ ઘી લગાવીને ગ્રીસ કરો.
- તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલી સપાટી પર મૂકો.
- ઘી લગાવીને રોલિંગ પિનને ગ્રીસ કરો.
- મિશ્રણને રોલિંગ પિન વડે રોલ કરો.
- હવે તેને છરીની મદદથી ચોરસ ટુકડામાં કાપી લો.
- ત્રણથી ચાર મિનિટ ઠંડુ થવા દો.
- ટુકડાઓને અલગ કરીને તેને ચાંદીના વરખથી સજાવી શકો છો.
- કાજુ કતરી તૈયાર છે.