સામગ્રી
500 ગ્રામ માવો
1 કપ મગફળીનો પાઉડર
1/2 કપ નાળિયેર પાવડર
1 કપ ખાંડ પાવડર
1/2 કપ કાજુ પાવડર
1/4 ચમચી એલચી પાવડર
સીંગદાણાના લાડુ બનાવવાની રીત
– સૌ પ્રથમ, માવાને મધ્યમ આંચ પર એક કડાઈમાં મૂકો અને તેને હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો.
– માવાનો રંગ બદલાય એટલે તેમાં મગફળીનો પાઉડર અને કાજુનો પાઉડર ઉમેરો અને હલાવતા સમયે તળો.
– ગેસ બંધ કરીને ઠંડુ થવા મુકો.
– માવો ઠંડો થાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી, મિક્સ કરી લાડુ બનાવી લો.
– એક પ્લેટમાં નારિયેળનો પાઉડર મૂકી તેમાં લાડુ પાથરી લો.
– માવાના મગફળીના લાડુ તૈયાર છે. ખાઓ અને ખવડાવો.