સામગ્રી
3 વાટકી ઘઉંનો કરકરો લોટ
ચપટી મીઠું
1/2 વાટકી તલ
તેલ મોણ માટે પડતુ
ગરમ પાણી
તેલ
ચાપડી કેવી રીતે બનાવવી
– સૌપ્રથમ કથરોટ માં લોટ લઈ મીઠું તેલ તલ નાખી બરાબર મિક્સ કરી ગરમ પાણી થી ભાખરી જેવો કડક લોટ બાંધી
– ત્યાર બાદ તેને આ રીતે ચાપડી વાળી લો બધી રેડી કરી લો
– સહેજ મોટો લુવો લઈ હથેળી થી ડાબી ને વાળવી
– કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મિડીયમ તાપે ગુલાબી તળી લ્યો.તૈયાર છે ચાપડી.