ADVERTISEMENT
ADVERTISEMENT

અમદાવાદમાં આ પાંચ જગ્યાએ મળે છે બેસ્ટ ફાફડા – જલેબી, જરૂર ટેસ્ટ કરો

દશેરાએ ગુજરાતીઓ કરોડો રુપિયાના ફાફડા જલેબી પેટમાં પધરાવી દે છે. નવરાત્રીના છેલ્લા દિવસે લોકોની રાત ફાફડા જલેબીથી પતે છે અને દશેરાની સવાર ફાફડા જલેબીથી શરૂ થાય છે. જો તમે અમદાવાદમાં સૌથી બેસ્ટ ફાફડા જલેબીની શોધમાં છો તો અમે તમારે માટે લઈને આવ્યા છીએ આ બેસ્ટ સ્થળો કે જ્યાંનું ફરસાણ તમારા મોંમા પાણી લાવી દેશે.

સૌરાષ્ટ્ર ચવાણા એન્ડ સ્વીટ્સ (Saushtra Chawana and Sweets)

તેઓ ખમણ અને અન્ય ગુજરાતી નાસ્તા પણ સર્વ કરે છે. અહીં ફાફડા-જલેબીની સાથે કઢીનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં. સાથે જ પપૈયાની ચટણી તો ખરી જ. આ સ્થળ અમદાવાદના શ્યામલ ખાતે આવેલું છે.

ઈસ્કોન ગાંઠિયા (Iscon Gathiya)

ઈસ્કોન ગાંઠિયા એ તેના તાજા ફરસાણ અને ખોરાકની ગુણવત્તા માટે જાણીતું છે. ફાફડા જલેબીનો અદ્ભુત સ્વાદ તમને ફરીથી રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું મન કરાવશે. આ સ્થળ અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલું છે.

લક્ષ્‍મી ગાંઠિયા રથ (Laxmi Gathiya Rath)

ADVERTISEMENT
ADVERTISEMENT

ફાફડા, જલેબી ને સાથે ઢોકળા તો ખરા જ… તો પહોંચી જાવ લક્ષ્‍મી ગાંઠિયા રથ. અહીં મોંઢામાં પાણી લાવી દે તેવી સ્વાદિષ્ટ ગુજરાતી ફરસાણ મળે છે. ગાંઠિયા સાથે ચટણી ખાવાની આવી મજા તમને ક્યાંય નહિ મળે.

ચંદ્રવિલાસ (Chandra Villas)

ચંદ્રવિલાસ એ દાયકાઓથી ગુજરાતીઓનું હૃદય જીતી રહ્યું છે. આ હોટેલ ખાસ ગુજરાતી ભોજન માટે જાણીતી છે. જ્યાં તમે સ્વાદિષ્ટ ફાફડા જલેબીનો સ્વાદ માણી શકો છો. આ સ્થળ રતન પોળની નજીક ખાડિયી આવેલું છે. જૂની અને નવી પેઢીના ખાણીપીણી માટેનું હબ છે. તેઓ 120 વર્ષથી વધુ સમયથી ક્રિસ્પી ફાફડા અને સ્વાદિષ્ટ જલેબી પીરસે છે.

જલારામ ફરસાણ કોર્નર (Jalaram Farsan Corner)

ADVERTISEMENT
ADVERTISEMENT

આ સ્થળ માણેક ચોકમાં આવેલું છે. તે સાથે સ્ટ્રીટ ફુડ માટે ખૂબ પ્રસિદ્ધ છે.