નવરાત્રીમાં દેવી દુર્ગાને ધરાવો મગની દાળનો હલવો, આ રહી રેસિપી

નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં ઘણા લોકો તેમના ઘરે પૂજા કરે છે. અને માતાજીને ભોગ ધરાવે છે. ત્યારે આ નિમિત્તે તમે મગની દાળનો હલવો પણ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રેસિપી.

મગની દાળનો હલવો બનાવવાની રીત (Moong Dal Halwa Banavani rit)

  • મગની દાળનો હલવો બનાવવા માટે પલાળેલી મગની દાળમાંથી વધારાનું પાણી કાઢીને તેને મિક્સરમાં બરછટ પીસી લો.
  • અડધો ગ્લાસ ગરમ દૂધ અને તેમાં કેસર નાખીને એક બાજુ મુકી દો.
  • હવે એક નોન-સ્ટીક પેનમાં ઘી મૂકી ધીમી આંચ પર ગરમ કરો.
  • તેમાં સોજી ઉમેરો અને તેને ધીમી આંચ પર સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકો.
  • પછી તેમાં મગની દાળનું મિશ્રણ ઉમેરો અને તેને ધીમી આંચ પર લગભગ 20 મિનિટ સુધી પકાવો.
  • જ્યારે કાચી વાસ બંધ થઈ જાય ત્યારે સમજી લો કે દાળનું મિશ્રણ પાકી ગયું છે.
  • હવે તેમાં દૂધ અને થોડું ગરમ ​​પાણી ઉમેરો અને 10-15 મિનિટ સુધી હલાવતા રહો.
  • આ પછી તેમાં ખાંડ મિક્સ કરીને તેને પકાવો અને દૂધમાં અડધી ચમચી એલચી પાવડર અને કેસર નાખીને જે મિશ્રણ બનાવ્યું હતું તે પણ ઉમેરો.
  • હવે તેને ગેસ પરથી ઉતારી લો, ત્યારબાદ ઉપર ઝીણી સમારેલી બદામ નાખીને ગરમા-ગરમ સર્વ કરો.