રસગુલ્લાની રેસીપી: સોફ્ટ રસગુલ્લા (Rasgulla Recipe) ખાવાની મજા જ કંઈક અલગ હોય છો. જો રસગુલ્લા અંદરથી સખત અને ડ્રાય રહી જોય તો તેને ખાવાની કોઈ મજા આવતી નથી. રસગુલ્લાની અંદર જ્યારે રસ જાય છે ત્યારે તેનો સ્વાદ અદ્ભુત હોય છે. ત્યારે જાણો દિવાળી (Diwali 2024) ના અવસરે ઘરે જ સોફ્ટ રસગુલ્લા બનાવવાની સરળ રેસીપી.
રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી
- 1 લીટર દૂધ
- 250 ગ્રામ ખાંડ
- 1 લિટર પાણી
- 1 ચમચી કોર્નફ્લોર
- 1 ચમચી કેવડા પાણી
- 2 ચમચી લીંબુનો રસ
રસગુલ્લા બનાવવાની રીત
- છૈના બનાવવા માટે એક પેનમાં મીડીયમ આંચ પર દૂધ નાખીને પેનને ઢાંકી દો.
- જ્યારે તે ઉકળે અને મલાઈ ઘટ્ટ થાય, ત્યારે તેને આંચ પરથી ઉતારી લો.
- દૂધને 1-2 મિનિટ સુધી હલાવીને ઠંડુ કરો.
- આમ કરવાથી છૈના સોફ્ટ થઈ જશે.
- જ્યારે તે થોડું ઠંડુ થાય ત્યારે તેમાં લીંબુનો રસ નાખી, થોડું હલાવીને છોડી દો.
- લીંબુનો રસ નાખ્યા પછી, દૂધને વધુ સમય સુધી ફેંટો નહીં અથવા તેને કડછો વડે હલાવો નહીં.
- છૈનાને તોડવા માટે વધુ પડતા લીંબુનો રસ ન નાખો, નહીં તો તે સખત થઈ જાય છે.
- જ્યાં સુધી દૂધ ફાટી ન જાય અને ચમકદાર ગંઠા ન બને ત્યાં સુધી તેને હલાવો નહીં.
- જ્યારે દૂધની ગંઠાઇઓ બની જાય ત્યારે તેને કડછો વડે હલાવીને ઝીણા છૈના બનાવી લો.
- ચાળણી ઉપર એક કપડું મૂકી તેમાં છૈના નાખી તેને ગાળી લો.
- છૈનાની પોટલીને ઠંડા પાણીમાં ધોઈ લો.
- છૈના નરમ થઈ જશે અને લીંબુની ખટાશ પણ દૂર થઈ જશે.
- તેને પાણીમાંથી કાઢી લીધા બાદ છૈનાના પોટલીને નિચોવીને તેનું પાણી કાઢી લો.
- આ પછી પોટલીને 30 મિનિટ માટે લટકાવી દો.
- જેથી તેનું બધું પાણી નીકળી જાય. વચ્ચે વચ્ચે તેનું પાણી નિચોવતા રહો.
- આ પછી એક તવા કે વાસણમાં ખાંડ અને પાણી નાખીને ધીમી આંચ પર રાખો.
છૈના પછી હવે રસગુલ્લા બનાવવાની તૈયારી કરો
- હવે છૈનાને પ્લેટમાં મૂકીને 5-6 મિનિટ સુધી સારી રીતે ભેળવી લો.
- છૈના ભેળતી વખતે તે સ્મૂધ બની જશે.
- આ સ્ટેપ પર તેમાં એક ચમચી મકાઈનો લોટ ઉમેરો.
- પછી છૈનાને 2-3 મિનિટ માટે સારી રીતે મેશ કરો.
- એક લિટર દૂધમાંથી બનાવેલા છૈનામાંથી 10 રસગુલ્લા બનાવી શકાય છે.
- તૈયાર કરેલા છૈનામાંથી 10 સરખા બોલ તોડી લો.
- એક ભાગ લઈને તેને ગોળાકાર ગતિમાં ફેરવીને બોલ બનાવી લોય
- આ જ રીતે બધા બોલ બનાવી લો.
- ચાસણીનો આંચ વધારી દો જેથી તે સારી રીતે ઉકળી જાય.
- જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં એક પછી એક છૈના બોલ્સ ઉમેરો.
- બધા રસગુલ્લા ઉમેર્યા પછી, પેન અથવા વાસણને ઢાંકી દો.
- રસગુલ્લાને 15 મિનિટ સુધી હાઈ આંચ પર ઉકાળો.
- ચાસણીની આંચ ઓછી રાખશો તો રસગુલ્લા સખત થઈ જશે.
- 15 મિનિટ પછી ચાસણીમાં એક ચમચી કેવડાનું પાણી ઉમેરો.
- તેનાથી રસગુલ્લામાં સરસ સુગંધ આવશે.
- આંચ બંધ કર્યા બાદ વાસણ અથવા તવાને 20 મિનિટ માટે ઢાંકીને રાખો.
- હવે રસગુલ્લા કોટન જેવા સોફ્ટ થઈ જશે.