ગુજરાતીઓની વાત આવે એટલે ફાફડા, ઢોકળા અને થેપલા આવેજ. ત્યારે આજે સેન્ડવીચ ઢોકળા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી અહીં જણાવી રહ્યું છે. તમે તેને લાઈવ ઢોકળા પણ કહી શકશો કારણ કે ગરમા ગરમ બનતા જાય અને પરિવારના સભ્યો ખાતા જાય જેથી બધાને મજા પડી જાય છે. તો નોંધી લો ગુજરાતી ઢોકળા એટલે કે સેન્ડવીચ ઢોકળા.
સેન્ડવીચ ઢોકળા બનાવવાની સામગ્રી (Double Layered Dhokla Recipe)
- સોજી
- દહીં
- પાણી
- કોથમરી
- આદુ
- સિંગદાણા
- મરચા
- લીંબુ
- મીઠું
- તલ
- તેલ
- રાઈ
- મીઠો લીમડો
સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત (Gujarati Sandwich Dhokla Recipe)
- સોજી, દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને 15 મિનિટ માટે રહેવા દો.
- હવે મિક્સરજારમાં કોથમરી, આદુ, મરચા, સિંગદાણા, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને પાણી ઉમેરી બધુ પીસી લો. તમારી ગ્રીન ચટણી તૈયાર
- હવે બેટરમાં મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- પછી બેટરમાંથી થોડા બેટરને અલગ લઈ તેમા ખાવાનો સોડા મિક્સ કરી ઢોકળીયાની પ્લેટમાં તેલ લગાવી આ બેટર પાથરો. પછી 4 મિનિટ ઢોકળીયામાં સ્ટીમ થવા દો.
- પછી ફરી થોડું બેટર લો તેમા ગ્રીન ચટણી અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો. પછી તેને ઢોકળીયામાં રહેલી પ્લેટ પર પાથરી દો. ફરી ત્રણ મિનિટ પાકવા દો.
- પછી વધેલા બેટરમાં ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી દો. પછી તેને ફરી તેજ ઢોકળીયાની પ્લેટ પર બીજા લેયરમાં પાથરી દો. હવે તેને 6 મિનિટ પાકવા દો. પછી ગેસ બંધ કરી દો. ઠંડા થાય એટલે ચપ્પાની મદદથી પીસ કરી લો.
- હવે એક વઘારીયામાં તેલ લો તેમા રાઈ, તલ અને મીઠો લીમડો ઉમેરી આ ઢોકળા ઉપર રેડી દો. તો તૈયાર છે તમારા સેન્ડવિચ ઢોકળા.