દિવાળીના તહેવાર પર જરૂર બનાવજો કલાકંદ, આ રહી રેસિપી

દિવાળીના તહેવાર આવવાને હજુ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઘણા ઘરોમાં દિવાળી (Diwali 2024) ને લઈને શોપિંગ અને બીજી તૈયારીઓ પણ થવા લાગી છે. ત્યારે દિવાળીના તહેવારમાં કલાકંદ (Kalakand) ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી આજે તમને અહીં જણાવશે. ઘણા ઘરોમાં નવા વર્ષ અને ભાઈબીજના દિવસે કલાકંદની વાનગી પિરસવામાં આવે છે.

તો નોંધી લો કલાકંદની રેસિપી (Kalakand recipe).

કલાકંદ બનાવવા માટેની સામગ્રી ( Kalakand recipe in Gujarati)

1 લિટર દૂધ
200 ગ્રામ પનિર
100 ગ્રામ ખાંડ
4 બદામ
4 પિસ્તા
ઈલાયચી

કલાકંદ બનાવવાની રીત ( Kalakand Banavvani rit)

  • દૂધને ગેસ પર ગરમ કરો, તેને સતત હલાવતા રહો.
  • હવે તમે બદામ, પિસ્તાને જીણા સમારીલો. ઈલાયચીનો પાવડર બનાવી લો.
  • ઉકળતું દૂધ અડધું થઈ જાય એટલે પનીરને ખમણીને તેમા ઉમેરી દો અને પાકવા દો.
  • પાણી બળી જાય ત્યા સુધી હલાવતા રહો પછી તેમા દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.
  • પછી ગેસ બંધ કરી કઢાઈને નીચે ઉતારી દો. પછી તેમા ઈલાયચી પાવડર ઉમેરી દો.
  • પછી એક પ્લેટમાં ઘી લગાવી આ મિશ્રણને કાઢી લો. પછી તેને વાટકીની મદદથી દબાવી ઉપરથી સમારેલા બદામ-પિસ્તા ઉમેરી ફરી દવાબી દો.
  • પછી કલાકંદને જામવા માટે રાખી મૂકો તે જામી જાય પછી ચપ્પાની મદદથી તેના પિસ કરી લો. તો તૈયાર છે તમારું કલાકંદ.