ADVERTISEMENT
ADVERTISEMENT

કાઠિયાવાડી સ્ટાઈલમાં વાડીના પ્રોગ્રામ જેવા ભજીયા બનાવો ઘરે

ચોમાસાની સિઝનમાં દરેક ઘરમાં ભજીયા બનતા જ હોય છે. પરંતુ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલમાં વાડીના પ્રોગ્રામમાં બનતા ભજીયાને બનાવીશું. આ ભજીયા એકદમ સરળ રીતે તૈયાર થઈ જતા હોય છે. આ ભજીયા બહારથી ટેસ્ટી અને અંદરથી એકદમ જાળીદાર હશે.

ભજીયા બનાવવાની સામગ્રી

ચણાનો લોટ
કોથમરી
સમારેલી ડુંગળી
લીલા મરચા
કોથમરી
મેથી
હળદર
મીઠું
હીંગ
અજમો

તેલ

ADVERTISEMENT
ADVERTISEMENT

એક મોટી તપેલીમાં બે વાટકા ચણાનો લોટ લો. પછી તેમા પાણી ઉમેરી બેટર બનાવો. બેટર મીડિયમ રાખવું.

પછી 4 મિનિટ તેને ફેટી લો. પછી તેમા થોડી હળદર, લાલ મરચુ પાવડર, મીઠું, હીંગ, અજમો, સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચા, મેથી, કોથમરી ઉમેરી મિક્સ કરી દો. પછી તેમા ત્રણ ચમચી તેલ ઉમેરો.

ADVERTISEMENT
ADVERTISEMENT

હવે તેલ ગરમ કરી તેમા ભજીયા પાડી દો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે બહાર કાઢી લો. તૈયાર છે તમારી વાડીના પ્રોગ્રામ જેવા ટેસ્ટી ભજીયા.