તહેવારની સિઝન છે અને ગણેશ ચતુર્થી પણ નજીક આવી રહી છે ત્યારે મોતુચૂરના લાડું કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવી રહ્યા છીએ. મોતીચૂરના લાડુ બાપ્પાને ખૂબ જ પસંદ છે, આ લાડુ માટા ભાગે પ્રસાદીમાં ઉપયોગમાં લેવાતા હોય છે,તમારે મોતીચૂરના લાડુ ઘરે ટ્રાય કરવા હોય તો નોંધી લો સરળ રેસિપી.
મોતીચૂરના લાડુ બનાવવાની સામગ્રી
- ચણાનો લોટ,
- ઘી,
- ખાવાનો સોડા,
- લીલી એલચી,
- ફૂડ કલર,
- ખાંડ,
- પાણી.
મોતીચૂરના લાડુ બનાવવાની રીત
સ્ટેપ-1
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ,ઓરેન્જ ફ્રૂટ કલર,ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.
સ્ટેપ-2
હવે એક પેનમાં ઘી ગરમ કરી બુંદી બનાવવાનો જારો મૂકીને મિશ્રણ રેડો અને બુંદી પાડીને ધીમા ગેસ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
સ્ટેપ-3
હવે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી મિશ્રણને ઉકાળીને ચાસણી બનાવી લો.
સ્ટેપ-4
હવે ચાસણીને ઠંડી થવા દો પછી તેમાં એલચી પાવડર નાખી તૈયાર કરેલ બુંદી છે તેને ચાસણીમાં ઉમેરીને મિક્સ કરી લો. હવે મિશ્રણમાંથી નાના-નાના લાડુ બનાવી તેની પર બદામ-પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.