ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી બનાવવાની સરળ રેસીપી, જાણો

ટેસ્ટી અને સોફ્ટ ચોખાના લોટની ચકરી કેવી રીતે બનાવવી તે પ્રશ્ન ઘણી ગૃહિણીઓને સતાવતો હોય છે. આજે તમને જણાવશે કે આ ચકરી કેવી રીતે બનાવવી જોઈએ. જાણો તેને બનાવવાની સરળ રેસીપી.

ચોખાના લોટની ચકરી બનાવવા માટેની સામગ્રી

  • ચોખાનો લોટ
  • ચણાનો લોટ
  • મીઠું
  • તેલ
  • હીંગ
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • આદુ-મરચા અને મીઠા લીમડાનો પેસ્ટ
  • માખણ
  • જીરું
  • અજમો

ચોખાના લોટની ચકરી બનાવવાની રીત

  • એક ચમચી જીરું, એક ચમચી અજમો, બે ચમચી તલ ખાયણીમાં અધકચરું ખાંડી લો.
  • મોટા વાસણમાં બે કપ ચોખાનો લોટ, એક કપ ચણાનો લોટ લો. (ઓપ્શનલ – ચણાનો લોટ)
  • હવે તેમાં જીરું, અજમો અને તલ ઉમેરો.
  • પછી તેમાં મીઠું, હીંગ, હળદર, લાલ મરચું પાવડર, આદુ-મરચા અને મીઠા લીમડાનો પેસ્ટ, પાંચ ચમચી તેલ કે માખણ ઉમેર્યા પછી બધું મિક્સ કરી લો.
  • હવે ગરમ પાણીથી લોટ બાંધો.
  • લોટને 30 મિનિટ ઢાંકીને મૂકી દો.
  • ત્યારબાદ ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી લો.
  • ત્યારબાદ લોટ તેમાં ભરી દો.
  • ત્યારબાદ પ્લેટની અંદર ચકરી પાડો.
  • હવે તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો.
  • પછી આ ચકરીને તાવીથાની મદદથી ગરમ તેલમાં તળી લો.
  • ગોલ્ડન બ્રાઉન થાય પછી બહાર કાઢી લો.
  • તૈયાર છે તમારી ચોખાના લોટની ચકરી.