દિવાળી આવે એટલે અવનવી વાનગીઓ યાદ આવે. મીઠાઈની સાથ નમકીન પણ શું બનાવવું તે અંગે તમે વિચારી રહ્યા હોય તો ચકરી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. ચકરી ઘઉં અને ચોખા બન્ને લોટની બનતી હોય છે. તમને ઘઉંના લોટની ભાવતી હોય તો તે ચકરી કેવી રીતે બનાવવી તેની રેસિપી આજે અહીં જણાવશે.
ચકરી બનાવવા શું સામગ્રી જોઈએ?
ઘઉંનો લોટ
ચણાનો લોટ
મીઠું
તેલ
હીંગ
હળદર
લાલ મરચું પાવડર
આદુ-મરચા અને મીઠા લીમડાનો પેસ્ટ
માખણ
જીરું
અજમો
ચકરી કેવી રીતે બનાવવી?
મોટા વાસણમાં બે કપ ઘઉંનો લોટ, એક કપ ચણાનો લોટ લો.
હવે તેમાં ખાંડેલું જીરું, અજમો અને તલ ઉમેરો.
પછી તેમાં મીઠું, હીંગ, હળદર, લાલ મરચું પાવડર, આદુ-મરચા અને મીઠા લીમડાનો પેસ્ટ, પાંચ ચમચી તેલ કે માખણ ઉમેર્યા પછી બધું મિક્સ કરી લો.
હવે ગરમ પાણીથી લોટ બાંધો.
લોટને 30 મિનિટ ઢાંકીને મૂકી દો. ત્યારબાદ ચકરી પાડવાના સંચામાં તેલ લગાવી લો. ત્યારબાદ લોટ તેમાં ભરી દો.
ત્યારબાદ પ્લેટની અંદર ચકરી પાડો. હવે તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકો.
પછી આ ચકરીને તાવીથાની મદદથી ગરમ તેલમાં તળી લો.
ગોલ્ડન બ્રાઉન થાય પછી બહાર કાઢી લો. તૈયાર છે તમારી ઘઉંના લોટની ચકરી.