બજાર જેવા પોચા અને ટસ્ટી ગાંઠિયા બનાવો ઘરે, નોંધી લો રેસિપી

ગાંઠિયાનું નામ આવતા જ અમુક ગાંઠિયાની દુકાનના નામ સહજ રીતે બોલાય જાય જેમકે ઈસ્કોનના ગાંઠિયા, જોકરના ગાંઠિયા. આજે બજારમાં મળતા પોચા અને ટેસ્ટી ગાંઠિયા જેવા જ ગાંઠિયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી તમને અહીં જણાવશે.

વણેલા ગાંઠિયા બનાવવાની સામગ્રી

2 કપ ચણાનો લોટ
1/2 ચમચી હળદર
1/2 ચમચી ધાણા પાવડર

1/2 ચમચી ગરમ મસાલા પાવડર
1/2 ચમચી રોક મીઠું
1/4 ચમચી અજમો
થોડી હીંગ
ખાવાનો સોડા
તેલ
જરૂર મુજબ પાણી

વણેલા ગાંઠિયા કેવી રીતે બનાવવા?

ચણા લોટમાં હળદર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર અને રોક મીઠું મિક્સ કરો.
હવે અજમો, બે ચમચી તેલ ઉમેરો. પછી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
તેલ, ખાવાનો સોડા, હીંગ ઉમેરો અને મિશ્રણને ઘટ્ટ બનાવો. તમને પસંદ હોય તો તમે બારિક સમારેલી મેથી,મરી પાવડર ઉમેરી શકો છો.
હવે બાંધેલા લોટને તેલની મદદથી બરાબર મિસળી લો. પછી પાટલા પર હાતની મદદથી જાડી દોરી આકારમાં વણી લો.
તવા પર તેલ ગરમ મુકી તેને તળી લો. તૈયાર છે તમારા બજારાં મળતા પોચા અને ટેસ્ટી ગાંઠિયા જેવા જ ગાંઠિયા. તેને તળેલા મરચા, પપૈયાના સંભારા કે કઢી સાથે સર્વ કરો.