ADVERTISEMENT
ADVERTISEMENT

બહાર જેવી જ સાબુદાણાની ખીચડીનો માણો ચટાકો, રાખો આ વાતનું ધ્યાન

  • સાબુદાણા બનાવતા પહેલા 10-15 મિનિટ ચારણીમાં રાખો
  • સાબુદાણા ચીકણા ન થાય તે માટે તેલને બદલે ઘીનો ઉપયોગ કરો
  • વધારે સમય રાંધવાથી પણ ચોંટી જાય છે સાબુદાણા

સાબુદાણાની ખીચડી એક હેલ્ધી રેસિપિ છે. તેને ઉપવાસના દિવસોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખીચડીના સિવાય સાબુદાણાથી ખીર અને પાપડ પણ તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

સાબુદાણાની મોટી તકલીફ એ છે કે જો તે સારી રીતે પલાળવામાં ન આવે તો તે એકમેકની સાથે ચોંટી જાય છે. જેના કારણે તમારી ખીચડી ખરાબ બને છે. સાબુદાણાની ચીકાશના કારણે તેને ફ્રાય કરવાનું કે તેની વાનગી બનાવવાનું મુશ્કેલ બને છે.

સાબુદાણા પલાળતી સમયે રાખો આ વાતનું ધ્યાન

સાબુદાણાને સારી રીતે નહીં પલાળો તો પેનમાં નાંખતાની સાથે જ તે ચોંટવા લાગે છે. એવામાં જરૂરી છે કે તમે તેને ફૂલવા માટે સમય આપો. સારી રેસિપિ બનાવવા માટે ઓછામાં ઓછા 3-4 કલાક પલાળીને રાખો અને ફૂલવા દો. સાથે જ બનાવતા પહેલા 10-15 મિનિટ તેને ચારણીમાં રહેવા દો. જેના કારણે તેનું બધું પાણી નીકળી જાય.

સાબુદાણાની ખીચડીમાં ઉમેરો આ ચીજો

સાબુદાણાની ખીચડીમાં ચિકાશ ન આવે તે માટે તમે તેમાં તેલને બદલે ઘીનો ઉપયોગ કરી શકો છો. સ્વાદની સાથે તેના દાણા પણ અલગ અલગ રહેશે. સાથે તેમાં બટાકા મિક્સ કરવાથી પણ તેની ચિકાશ ઓછી થઈ જાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આ વાતનું પણ રાખો ધ્યાન

સાબુદાણા ખીચડીને વધારે સમય સુધી રાંધવાથી પણ તે ચોંટી જાય છે. એવામાં જરૂરી છે કે તમે તેને ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તે સોફ્ટ ન બને. જો તમે તેને જોઈને અંદાજ ન લગાવી શકો તો તેને હાથની આંગળીઓથી ચેક કરી લો.

સાબુદાણા ચોંટવા લાગે તો શું કરવું

ADVERTISEMENT
ADVERTISEMENT

જો સાબુદાણાની ખીચડી બનાવતા પહેલા તમે સાબુદાણાને સારી રીતે ફૂલાવ્યા નથી તો તે પેનમાં ચોંટવા લાગે છે. એવામાં તેને થોડું સારું કરવા માટે તમે તેને બનાવતી સમયે તેની ઉપર તેલ નાંખો. તેનાથી તે એકમેકની સાથે ચોંટશે નહીં.