ADVERTISEMENT
ADVERTISEMENT

ચટાકેદાર ખાવું છે તો બનાવો દહીંની મદદથી આ ખાસ વાનગી

  • ફરાળમાં લાવો ટ્વિસ્ટ
  • દહીંની આ ટેસ્ટી વાનગી રાખશે એનર્જેટિક
  • ચટાકેદાર દહીંવડાથી બનશે દિવસ ખાસ

રોજ એકની એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. ઉપવાસ હોય તો પણ કંઈ નવું નવું ખાવાનું મન થાય છે. તો જાણો તમે ઉપવાસને કઈ રીતે ખાસ બનાવી શકશો. તમે દહીંવડાને પણ ટ્રાય કરી શકો છો. તેમાં ખાસ કરીને વડા બનાવવાની રીત અલગ છે. એ સિવાય તમે તેને સરળતાથી બનાવી શકશો.

તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી દહીંવડા.

ફરાળી દહીંવડા

સામગ્રી

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 100 ગ્રામ મોરૈયો
  • 3 ચમચી શિંગોડાનો લોટ
  • 2 ચમચી લીલી ચટણી
  • 2 ચમચી ખજૂર આમલીની ચટણી
  • 3 ચમચી મસાલા વાળું દહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર પ્રમાણે

બનાવવાની રીત

સૌ પહેલા તો મોરૈયાને થાળીમાં સાફ કરી લો. પછી તેને સારી રીતે બાફી લો. હવે તેમાં શિંગોડાનો લોટ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી તેના નાના ગોળા વાળવા. તેને ગરમ તેલમાં ચમચાની મદદથી તળી લેવા. આ પછી તેને પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. વડા ઠંડા થાય પછી તેમાં ગ્રીન ચટણી ઉમેરી લેવી. તેના પર ખજુર-આંબલીની ચટણી નાંખવી. પછી તેમાં મસાલાવાળું દહીં નાખવું. કોથમીર ફેલાવીને સર્વ કરવું. તૈયાર છે ફરાળી દહીંવડા.

ADVERTISEMENT
ADVERTISEMENT