- ઉપવાસમાં ખાઓ ચટાકેદાર ભોજન
- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હેલ્ધી અને ટેસ્ટી ફૂડ
- ઉપવાસમાં ખવાય તેવી જ ચીજવસ્તુઓથી સરળતાથી બનાવો
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન ફળાઆહાર જ કરવામાં આવે છે. ત્યારે આવા સમયે એવુ ભોજન લેવુ કે જેનાથી આપણો ઉપવાસ સચવાય અને શરીરને જરૂરી વિટમિન્સ પણ મળી રહે. શરીરમાં વિકનેસ ન આવે.
ત્યારે આજે તમને એક હેલ્ધી રેસિપી વિશે જણાવીશું જે ખાવાથી પેટ ભરેલુ લાગશે અને કંઇક ટેસ્ટી ખાધુ હશે તેમ લાગશે.
ચાટ બનાવો ઝટપટ
તો આજે આપણ ચાટની વાત કરીએ. ચાટ ખાવી તો કોને ન ગમે. સ્પાઇસી અને ખટ મઠી ચાટ તમે ઉપવાસમાં પણ ખાઇ શકો છે. જે માટે તમને રેસિપી જણાવીશું. આ છે સીંગ અને બટાકાની ચાટ. તો આવો જાણીએ આ ચાટ બનાવવા માટે શું જોઇએ.
બટેટા અને પીનટ ચાટ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા
- મગફળી
- લીલા ધાણાના પાન
- એક લીંબુનો રસ
- એક ચમચી લીલી ચટણી
- એક ચમચી દહીં
- એક ચમચી દાડમની ચટણી
- એક ચમચી શેકેલું જીરું
- રોક મીઠું
બટેટા અને પીનટ ચાટ બનાવવાની રેસીપી
- મસાલેદાર બટેટા પીનટ ચાટ બનાવવા માટે, પહેલા બટાકાને બાફી લો.
- બટાકા ઠંડા થાય એટલે તેની છાલ કાઢીને એક પ્લેટમાં કાઢો
- હવે કોથમીર અને દાડમની ચટણી બનાવીને એક બાઉલમાં રાખો.
- આ પછી તવાને ગરમ કરીને તેમાં ઘી નાંખો. વઘાર કરવા પૂરતુ જ.
- હવે એ જ કડાઈમાં નાના ટુકડા કરીને કાપેલા બટાકાને ફ્રાય કરો.
- બટાકા ક્રિસ્પી થઈ જાય એટલે અલગ કરી લો.
- હવે એક મોટા બાઉલમાં બટાકા અને શીંગને એકસાથે મિક્સ કરો.
- હવે તેમાં લીલી ચટણી અને ખાટી મીઠી દાડમની ચટણી ઉમેરો.
- આ પછી તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- હવે તેમાં સિંધવ મીઠું, શેકેલું જીરું નાખીને મિક્સ કરો.
- તૈયાર છે તમારી મસાલેદાર પીનટ આલૂ ચાટ.